તિજોરીને જેવી રીતે lock કરે છે – ધર્મેશ ઉનાગર

તિજોરીને જેવી રીતે lock કરે છે.
કોઈ મને બસ એવી રીતે block કરે છે.

મેં કહ્યું આઈ લવ યુ તો એને સમજાયું
જાણે કે ધર્મેશ નવો કોઈ joke કરે છે.

મેં શોધ્યું એકાંત મને મનગમતું એવું
ત્યાં આવી તું એક જ ધારું talk કરે છે.

એણે બાંધેલા ઓરડામાં કેદ કરીને
બહારથી દરવાજાને પાછો knock કરે છે.

આપી દઉં છું મારી લાગણીઓ સૌ એને
એની પણ છે રીત અજબ એ stock કરે છે.


ધર્મેશ ઉનાગર

error: Content is protected !!