ખ્યાલ મારો કોણ ભારોભાર રાખે છે? ઘાવની સાથે સદા ઉપચાર રાખે છે
ખ્યાલ મારો કોણ ભારોભાર રાખે છે?
ઘાવની સાથે સદા ઉપચાર રાખે છે.
જિંદગી સાથે કસોટી પણ સતત ચાલી ,
એક પછી એક કોણ આ તૈયાર રાખે છે?
વેદનાની જે વહી ગઈ પળ ,તે વાગોળી,
નાસમજ મન એનો ખોટો ભાર રાખે છે.
આગવી ઓળખ નથી કે આ વધારે છે,
તે છતાં ઝઘડા કરી લલકાર રાખે છે.
પાંગળા તુજને કરી દે જાણે ,તો પણ
હૈયું તારું કેમ આ આધાર રાખે છે?
હાજરી ક્યાં જઈને મન મારું પુરાવે ,જે
ભાવના બાજુ કરી તકરાર રાખે છે.
જાતને ઓળખવું ભારે ને સવાલો થાય,
કોણ આ શ્વાસો તણો સહકાર રાખે છે?
જિજ્ઞેશકુમાર ડી. ત્રિવેદી ‘પ્રકાશ’
જો તમે પણ ગુજરાતી સાહિત્ય પ્રેમી છો અને તમે તમારામાં રહેલી લેખન કલા ને અમારી વેબસાઈટ ના માધ્યમ દ્રારા પ્રસિધ્ધ કરવા માંગતા હોય તો તમે અમારા ઇ મેઇલ આઈડી પર અમને મેઈલ કરી શકો છો. અમારું મેઈલ આઈડી છે : [email protected]