આ સરકારી યોજના તમને કરોડપતિ બનાવશે

આજે લોકો પોતાની કમાઇમાંથી થોડો ભાગ બચાવતા થયા છે. બચત કરેલા આ પૈસાને સામાન્ય રીતે લોકો કંપનીઓમાં રોકાણ કરતાં જોવા મળે છે. જેથી તેઓ રોકાણના બદલામાં સારો એવો ફાયદો પ્રાપ્ત કરી શકે. કરેલા રોકાણના બદલામાં હંમેશા ફાયદો જ થાય તેવું જરૂરી નથી કારણ કે ક્યારેક પૂરતી માહિતીનો અભાવ અતિભારે નુક્શાન કરાવી શકે છે, માટે જ સાવચેતીપૂર્વક રોકાણ કરવું જોઇએ જેથી તમારી મહેનતની કમાઇ વડફાઇ ન જાય.

PPFમાં રોકાણ કરીને તમારી ઇચ્છાને પૂર્ણ કરો

જો તમે તમારી મહેનતની કમાણીને કોઇક સારી જગ્યાએ રોકવા માગો છો તો આજે એવી જ એક યોજના વિશે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ. તો એ સરકારી યોજના છે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) જેમાં સામાન્ય રોકાણના બદલામાં સારું વળતર મેળવી શકાય છે. જો તમે પણ કરોડપતિ બનવા ઇચ્છતા હોય તો PPFમાં રોકાણ કરીને તમારી ઇચ્છાને પરિપૂર્ણ કરો.

રોકાણની મર્યાદા કેટલી?

તમે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)માં રૂ. 500 જેટલું ઓછું રોકાણ શરૂ કરી શકો છો. PPFમાં દર મહિને વધુમાં વધુ 12,500 રૂપિયાનું રોકાણ કરી શકાય છે.  એક વર્ષમાં વધુમાં વધુ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. પીપીએફની પાકતી મુદત 15 વર્ષની છે.

કેટલું મળે છે વ્યાજ ?

અહીં, કેન્દ્ર સરકાર દ્વારા પીપીએફ ખાતા પર મળતા વ્યાજમાં દર ત્રિમાસિક ગાળામાં ફેરફાર કરવામાં આવે છે. સામાન્ય રીતે વ્યાજ દર 7 ટકાથી 8 ટકાની વચ્ચે જોવા મળે છે. જો કે, આર્થિક સ્થિતિના આધારે તેમાં ઘટાડો અથવા વધારો થતો રહે છે. હાલમાં, આ વ્યાજદર 7.1 ટકા છે, જે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ છે.

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ યોજના

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમમાં રોકાણ કરીને તમે કરોડપતિ બની શકો છો. PPFમાં તમારે ઓછામાં ઓછા 25 વર્ષની અવધિ માટે રોકાણ કરવું પડશે. જો તમે 1.5 લાખ રૂપિયાનું વાર્ષિક રોકાણ કરશો તો તમારા 37 લાખ 50 હજાર રૂપિયા જમા થશે. જેના પર વાર્ષિક 7.1 ટકાના દરે 65 લાખ 58 હજાર 012 રૂપિયાનું વ્યાજ મળશે અને તમારી પાકતી મુદતની રકમ 1 કરોડ 03 લાખ 08 હજાર 012 થશે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ યોજનાથી લાભ એ થશે કે તમને ટેક્સ છૂટનો લાભ પણ મળશે. તમે આવકવેરાની કલમ 80C હેઠળ કર મુક્તિ મેળવી શકશો. 

તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો જરૂર શેર કરજો

error: Content is protected !!