WhatsAp Join Now
Telegram Join Now
Instagram Join Now
ઉપયોગી માહિતી

જાણો આપણા ગઢ જુના ગિરનાર વિશે

ગુજરાતએ સંતોની ભૂમિ છે અને એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્ર. મિત્રો, આજે તમને જણાવીશું સૌરાષ્ટ્રમાં આવેલા ગઢ જૂના ગિરનાર વિશે.ગુજરાત નો સૌથી ઊંચો શિખર એટલે ગિરનાર. ગિરનાર સદીઓથી રાજ્યની સૌથી મહત્વનું તીર્થ સ્થળ છે અને ખાસ કરીને પશ્ચિમ ભારતમાં, ગિરનાર પર 866 હિન્દુ અને જૈન મંદિરો 5 શિખરોમાં ફેલાયાએલા છે. પર્વતનો સૌથી નીચેનો ભાગ એટલે કે પાયો ગિરનારની તળેટી તરીખે ઓળખાય છે, જૂનાગઢ સીટીના મધ્યથી ફક્ત 4 km પૂર્વમાં છે. ગિરનાર ચઢવા માટે વહેલી સવારનો સમય સૌથી બેસ્ટ રહે છે.

ગિરનારના પગથિયાંની શરૂવાત દામોદર અને બલદ્વિજ મંદિરો પાસે આવેલા દામોદર કુંડ પાસેથી થાય છે. 15 મી સદીમાં નરસિંહ મહેતા અહીં સ્નાન કરવા માટે આવતા હતા, અને એવું માનવામાં આવે છે કે તેઓ મોટાભાગમાં તેમના સવારમાં સ્તોત્ર અને પ્રભાતિયાં અહીં બનાવતા હતા.

જેમ જેમ તમે પગથિયાં ચઢતા જાસો તેમ તેમ તમે હિન્દુ ધર્મના ઘણા જુદા જુદા સંપ્રદાયોના મંદિરોને પસાર કરશો. ભવનાથ મંદિર શરૂઆતમાં ભગવાન શિવને સમર્પિત છે, જ્યાં “નગ્ન સાધુઓ” શિવરાત્રિ ઉજવવા આવે છે. 4000 પગથિયાં ચઢ્યા પછી પ્રથમ શિખર આગળ 800 પગલાઓમાં તમે જૈન મંદિર સંકુલ પહોંચો છો આ મંદિરો માં 12મી થી 16મી સદીઓ સુધીની તારીખો છે. આ સ્થળ પર જૈન ધર્મના 22મી સદીના તીર્થંકર નેમિનાથ 700 વર્ષ સુધી સનાતન ધ્યાન કર્યા બાદ મૃત્યુ પામ્યા હતાં. 2000 પગલાં આગળ હિન્દુ ધર્મના અંબા માતા નું મંદિર છે.

કેવી રીતે જશો ગિરનાર? બાય રોડ : અમદાવાદથી જૂનાગઢ 327 km થાય છે, રાજકોટથી 102 km અને પોરબંદરથી 113 km થાય છે.આ બધી જગ્યાએ થઈ એસ ટી બસ મારફત જઇ શકાય છે.

મિત્રો, તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને શેર જરૂર કરજો. આવીજ માહિતી મેળવતા રહેવા માટે follow કરો ફેસબુક પેજ રોકસ્ટરગુજ્જુ ને.

error: Content is protected !!