ગીતાના આ 12 ઉપદેશ આપે છે સફળ થવાનાં સંદેશ

આપણા ઘરના વડીલો કહેતા સાંભળ્યું જ હશે કે ભાગવત ગીતામાં જીવનનો સર રહેલો છે. ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારતના યુદ્ધમાં અર્જુનને થોડા ઉપદેશ આપ્યા હતા,જેનાથઈ એ યુદ્ધને જીતવું પાર્થ માટે સરળ થય ગયું હતું. અહીં આપેલા થોડા ઉપદેશોથી તમે પણ પોતાની જિંદગીમાં શામિલ કરીને તમારા લક્ષ્યને પામવામાં સક્ષમ થઈ જશો.

ગીતાના આ 12 ઉપદેશ આપે છે સફળ થવાનાં સંદેશ.

1. ગુસ્સા પર કાબુ : “ક્રોધથી ભ્રમ પેદા થાય છે, ભ્રમથી બુદ્ધિ વ્યગ્ર થાય છે, જ્યારે બુદ્ધિ મુશ્કેલી માં આવે ત્યારે તર્ક નાશ પામેછે, જ્યારે તર્ક નષ્ટ થાય છે ત્યારે વ્યક્તિનું પતન થાય છે”

2.જોવાનો નજરીયો : “જે વ્યક્તિ જ્ઞાન અને કર્મને એક જ રૂપમાં જોવે છે,તેજ નજરીયો સાચો છે”

3. મન પર નિયંત્રણ : “જે વ્યક્તિ પોતાના મન પર નિયંત્રણ નથી કરી શકતા એના માટે મન પણ શત્રુની જેમ કર્યા કરે છે”

4. સ્વ મૂલ્યાંકન : “આત્મજ્ઞાનની તલવાર વડે પોતાના હૃદયમાંથી અજ્ઞાનતાની શંકાને કાપી નાંખો, અનુશાષિત રહો, ઉઠો”

5.સ્વયંને બનાવો : “મનુષ્ય પોતાના વિશ્વાસથી નિર્મિત થાય છે, જેવો તે વિશ્વાસ કરે છે તેવો તે બની શકે છે.”

6.દરેક કામનું ફળ મેળે છે : “આ જીવનમાં નાતો કઈ ખોઈએ છે નાતો કઇ વ્યર્થ જાય છે.”

7.પ્રયત્ન જરૂરી છે : “મન અશાંત છે અને તેને નિયંત્રિત કરવું મુશ્કેલ છે,પરંતુ તે પ્રયત્ન દ્વારા નિયંત્રિત કરી શકાય છે.”

8. વિશ્વાસ સાથે આત્મવિશ્વાસ : “વ્યક્તિ જે ઈચ્છે તે બની શકે છે,જો તે સતત શ્રદ્ધા સાથે ઈચ્છિત વસ્તુનો વિચાર કરે”

9.તણાવ દૂર કરો : “અકુદરતી કર્મ ઘણું તાણ પેદા કરે છે.”

10.પોતાનું કામ પહેલા કરો : “બીજા કોઇના કામને પૂર્ણ કરવા કરતાં પોતાના કામને પૂર્ણ કરવું વધું સારું છે,પછી ભલે તે અધૂરું હોય”

11.આવી રીતે કામ કરો : “જે વ્યક્તિ કાર્યમાં નિષ્ક્રિયતા અને નિષ્ક્રિયાતમાં કાર્ય જુવે છે તે એક બુદ્ધિશાળી વ્યક્તિ છે”

12.કામમાં આનંદ મેળવો : “જ્યારે તેઓ તેમના કામમાં આનંદ શોધી લેછે,ત્યારે તેઓ સંપૂર્ણતા પ્રાપ્ત કરે છે”

મિત્રો આ પોસ્ટ ઉપયોગી લાગી હોય તો કમેન્ટ અને શેર જરૂર કરજો.

error: Content is protected !!