WhatsAp Join Now
Telegram Join Now
Instagram Join Now
રસોઈ

એકદમ સરળ રીતે બનાવો છાસનો ટેસ્ટી મસાલો

મિત્રો, આ ધોમ ધગતા ઉનાળામાં કંઈક ઠંડુ પીવાની બધાને ખૂબ જ ઈચ્છા થતી રહેતી હોય છે, ખરું ને?. તો આજે તમને અહીં શીખવા મળશે કે ગરમીની સીઝન માં ઠંડી ઠંડી છાસનો મસાલો બનાવની રીત. ગુજરાતીઓ એટલે ખાવાનું કંઈપણ હોય છાસ તો સાથે જોઈએ જ. તો મિત્રો ચાલો શીખીએ મારે માસ ચલાવી શકાય એવો મજેદાર છાસનો મસાલો બનાવની રીત.

સૌ પ્રથમ જાણીએ છાસનો મસાલો બનાવા માટે જરૂરી સામગ્રી:

? એક કપ જીરું
? ૧૫ થી ૨૦ નંગ તીખા
? ૨ ચમસી ચંચળ
? ૧/૨ (અડધો) કપ ધાણાજીરું
? ૧ ચમસી સુંઠનો પાઉડર
? ૨ ચમસી નમક

જરૂરી સામગ્રી એકઠી કર્યા બાદ હવે શરૂ કરીએ કેવી રીતે બનાવવો.

સ્ટેપ ૧: એક પેન(તવા)માં જીરું નાખો અને એને ધીમાં તાપ પર શેકો ત્યારબાદ મરીનાં દાણા ને પણ એજ પેન માં શેકી લો. આવું કરવાથી સ્વાદ પણ મજેદાર થશે અને એકવર્ષ સુધી સાચવણી પણ થઈ શકે છે.

સ્ટેપ ૨: હવે ચંચળ અને નમક ને પણ પેનમાં નાખીને થોડી વાર ગરમ કરો આવું કરવાથી તેમાં રહેલો ભેજ જતો રહેશે અને મસાલો એકદમ છૂટો રહે છે.

સ્ટેપ ૩: હવે શેકેલા જીરું અને મરીના દાણાને મિક્સરમાં નાખીને એકદમ પાઉડર જેવું કારીલો.

સ્ટેપ ૪: એક ડીશમાં છાવણી ની મદદથી આ મિશ્રણને છાળીલો અને સાથે તેમાં નમક અને ચંચળના પાઉડરને પણ મિક્ષ કરી લો.

હવે એ મિશ્રણ માં અગાઉથી રાખેલો ધાણાજીરું અને સુંઠનો પાઉડર મિક્સ કારીને એકસરખું મિશ્રણ કરીને એક કાચની બરણીમાં ભરીલો.
મિત્રો, આ રીતે તૈયાર કરેલો છાસનો મસાલો તમે એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો અને ગરમીની સીઝનમાં ઠંડી ઠંડી છાસમાં નાખીને પીવાની મણ એક અલગ જ મઝા આવશે.

તમને અમારી રેસિપી ગમી હોય તો શેર જરૂર કરજો બીજી આવીજ માહિતી મેળવતા રહેવા માટે આપણું ફેસબુક પેજ રોકસ્ટરગુજ્જુ લાઈક કરો.?

error: Content is protected !!