કોઈપણ છોકરી ઇમ્પ્રેસ થઈ જશે બસ અજમાવો આ ટીપ્સ

દરેક યુવાન છોકરો એક સરસ, સુંદર પ્રેમિકા બનાવા માંગે છે અને તેની સાથે વાત કરી શકે અથવા રોમાંસ કરી શકે છે. આવી ઈચ્છતો દરેક યુવાન ની હોય છે, પરંતુ કેટલાક કારણોને લીધે ગર્લફ્રેન્ડ બનતી નથી.

તમને જણાવી દઈએ કે, ગર્લફ્રેન્ડ બનાવવા માટે મોંઘા કપડા, મોંઘા ફોન કે સુંદર દેખાવા જરૂરી નથી. આવી ઘણી બાબતો છે, તે ધ્યાનમાં રાખીને તમે કોઈપણ છોકરીને પ્રભાવિત કરી શકો છો, આ માટે તમારે બહુબધું કરવાની જરૂર નથી, પરંતુ તમારી આદતોને થોડો સુધારવાની જરૂર છે. ચાલો જાણીએ છોકરીને ઇમ્પ્રેસ(Impress) કરવા માટે શું કરવુ જોઈએ.

ઇન્ટરેસ્ટિંગ ચેટ કરો- જો તમે કોઈ પણ છોકરીને ઇમ્પ્રેસ કરવા માંગતા હોવ તો પહેલા તેમની સાથે વાત કરવાનું શરૂ કરો અને વાત કરતી વખતે પણ તેમની પાસળ ના પડી જાવ. સમયાંતરે વાત કરો અને વાત કરતી વખતે તે વિષયો પર વાત કરો કે જેના પર તેને વાત કરવી ગમતી હોય. કયારેય રાજકારણ અથવા અર્થશાસ્ત્ર જેવા મુદ્દા પર વાત ન કરો. એટલા માટે પહેલા તેમની પસંદગીઓ વિશે વાત કરવાનું શરૂ કરો અને પછી વાત આગળ વધારો.

આત્મવિશ્વાસ રાખો- જ્યારે પણ તમે કોઈ છોકરી સાથે વાત કરો છો ત્યારે આત્મવિશ્વાસ રાખો અને જો તમે પહેલીવાર કોઈની સાથે વાત કરી રહ્યા છો તો તે ખૂબ મહત્વનું છે. પરંતુ ક્યારેય આત્મવિશ્વાસના ચક્કરમાં એટીટ્યુડમાં ના રહેતા, નહીં તો પહેલા દિવસે જ ના આવી જશે, તેથી પરિસ્થિતિ પ્રમાણે વાત કરો.

છોકરીને સાંભળો- જ્યારે પણ તમે કોઈ છોકરી સાથે વાત કરો છો ત્યારે પહેલા તેમને સાંભળો. છોકરીને વાત કરવાની સંપૂર્ણ તક આપો અને જો તમને કઈ ખોટું લાગે છે, તો પછી સ્માર્ટ રીતે આરામથી તેના જવાબ આપો. કોઈ પણ છોકરીને વચ્ચે બોલવાનું બંધ ન કરો અને તેની સાથે વાતમાં સહમત થાવ. એવું ન લાગે કે તેણી એકલી બોલી રહી છે.

ધૈર્ય રાખો – એવું ફક્ત તે જ ફિલ્મોમાં થાય છે કે છોકરીએ એકવાર સામે જોઇ અને તે તમારા માટે પાગલ થઈ ગઈ. આ માટે જ્યારે પણ તમે કોઈ છોકરીને ઇમ્પ્રેસ કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવ ત્યારે ધૈર્ય રાખો અને જો તમારે પણ પ્રપોઝ કરવું હોય તો યુવતી સાથે થોડોઘણો સમય પસાર કરો. તેની સાથે વાત કરો, નહીં તો બધું ઉલટું થય શકે છે.

વધારે ધ્યાન ન આપો- જ્યારે પણ તમે છોકરીઓને પ્રભાવિત કરવા માંગતા હોવ ત્યારે વધારે ધ્યાન કેન્દ્રિત ન કરો અને છોકરી પ્રત્યે પ્રમાણિકતા દર્શાવો. અને કંઇક અલગ પણ કરો જેથી છોકરી ખુશ થાય અને તે તમારી સાથે આવીને વાત કરવાનું શરૂ કરે. તમારી વિનોદની ભાવનાને (સેન્સ ઓફ હ્યુમર) પણ સારી રાખો અને કેટલીક વાર કંઈક એવું કરો કે જે થોડું અલગ હોય અને છોકરીના હૃદયમાં સ્થાન બનાવે.

error: Content is protected !!