આ છ માળની દુકાનમાં મળે છે મનગમતા પતિઓ

ક્યો પતિ ખરીદું….?

શહેરના બજારમાં એક બહુ માળની દુકાન ખુલી જેનાં પર લખ્યું હતું.
“અહીંયા આપ પતિઓ ખરીદી શકો છો”

સ્ત્રીઓનો એક જમાવડો ત્યાં જમા થવાં લાગ્યો. બધીઓ દુકાનમાં દાખલ થવાના માટે બેચેન હતી, લાંબી કતારો લાગી ગઈ.
દુકાનના મુખ્ય દરવાજા પર લખ્યું હતું.

“પતિ ખરીદવાના માટે નિમ્ન શરતો લાગુ”

?આ દુકાનમાં કોઈ પણ સ્ત્રી ફક્ત એક વાર જ દાખલ થઈ શકે છે.
?દુકાનની 6 માળાઓ છે, અને પ્રત્યેક માળા પર પતિઓના પ્રકારના બારામાં લખ્યું છે.

? ખરીદાર સ્ત્રી કોઈ પણ માળા પરથી પોતાનો પતિ પસંદ કરી શકે છે.
? પરંતુ એક વાર ઉપર જવાના બાદ ફરીથી નીચે આવી શકાશે નહી, સિવાય બહાર જવાં માટે.

એક ખુબસુરત યુવતીને દુકાનમાં દાખલ થવાનો મોકો મળ્યો. પહેલા માળના દરવાજા પર લખ્યું હતું :- “આ માળના પતિ સારા કમાણી વાળા છે અને નેક છે.”
યુવતી આગળ વધી…

બીજા માળ પર લખ્યું હતું :- “આ માળના પતિ સારી કમાણી વાળા છે, નેક છે અને બાળકોને પસંદ કરે છે.”
યુવતી ફરી આગળ વધી…
ત્રીજા માળના દરવાજા પર લખ્યું હતું, “આ માળના પતિ સારી કમાણી વાળા છે, નેક છે અને ખુબસુરત પણ છે.”

આ વાંચીને યુવતી થોડી વારના માટે રોકાઈ ગઈ, પરંતુ એ વિચાર કરીને કે ચલો ઉપરના માળ પર જઈને જોઇએ, આગળ વધી.

ચોથા માળના દરવાજા પર લખ્યું હતું :- “આ માળના પતિ સારી કમાણી વાળા છે, નેક છે, ખુબસુરત પણ છે અને ઘરના કામોમાં મદદ પણ કરે છે.”
એ વાંચીને યુવતીને ચક્કર આવવા લાગ્યા અને વિચાર કરવા લાગી, શું આવા મર્દ પણ આ દુનિયામાં હોય છે ?
“ચાલો, અહીંથી જ પતિ ખરીદી લઉં છું,” પરંતુ મન ન માન્યું એક ઓર માળ ઉપર ચાલી ગઈ.

પાંચમા માળ પર લખ્યું હતું :- “આ માળના પતિ સારી કમાણી વાળા છે, નેક છે, ખુબસુરત છે, ઘરના કામોમાં મદદ કરે છે અને પોતાની બીબિઓથી પ્યાર કરે છે.”
હવે આની અક્કલ જવાબ દેવા લાગી, તે વિચાર કરવા લાગી, આનાથી બેહતર મર્દ બીજો ક્યો હોઈ શકે ભલા ?
પરંતુ તો પણ તેનું દિલ ન માન્યું અને આખરી માળ તરફ કદમ વધવા લાગ્યા..

આખરી માળના દરવાજા પર લખ્યું હતું :- આપ આ માળ પર આવવા વાળી 3333 મી સ્ત્રી છો, આ માળ પર કોઈ પણ પતિ છે નહીં, આ માળ ફક્ત એટલા માટે બનાવવામાં આવ્યો જેથી એ વાતની સાબિતી દઈ શકાય કે ઇન્સાનને પૂર્ણત: સંતુષ્ટ કરવો નામુમકિન છે.
અમારા સ્ટોર પર આવવાના માટે શુક્રિયા ! સીઢિઓ બહારની તરફ જાય છે…!!!

સારાંશ એ છે કે આજ સમાજની બધી કન્યાઓ અને વર પક્ષના પિતાઓ એ બધુ કરી રહ્યાં છે, હજુ સારું… હજુ ઓર સારુ અને સારુ… ના ચક્કરમાં લગ્ની સાચી ઉમર ખતમ થઈ રહી છે.

ઉપ સારાંશ :- “સંતોષી નર સદા સુખી…, લાલચ બૂરી બલા છે.”

તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો શેર જરૂર કરજો અને કમેન્ટ પણ કરજો.

error: Content is protected !!