WhatsAp Join Now
Telegram Join Now
Instagram Join Now
મનોરંજન

૧૨૫ કરોડના ખર્ચે વડોદરામાં બન્યો ગુજરાતનો સૌથી મોટો થીમ પાર્ક, આ પાર્કમાં ઈમેજીકા અને એસ્સેલ વર્લ્ડ જેવી ૪૦ થી વધુ રાઇડ્સની મજા લઈ શકશો

ગુજરાતના ફરવાના શોખીન લોકો માટે એક સારા સમાચાર આવી ગયા છે. એડવેન્ચર રાઈડ્સના શોખીન લોકોએ હવે પુના કે મુંબઈ જવાની જરૂર નથી. હવે ઇમેજી કા અને મુંબઈની એક બે નહીં પરંતુ પુરી ૪૦ જેટલી રાઇડ્સની તમે ગુજરાતમાં જ મજા લઈ શકશો. વડોદરા પાસે આવેલ આજવા માં ૧૨૫ કરોડના ખર્ચે આ થીમ પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે. આ થીમ પાર્ક નું લોકાર્પણ થઈ ગયું છે.

આ થીમ પાર્કની બીજી ખાસિયત એ પણ છે કે તેને ડિઝની લેન્ડની રૂપરેખા પર તૈયાર કરવામાં આવ્યો છે. આ થીમ પાર્કને આતાપી નામ આપવામાં આવ્યું છે. આ લોકાપર્ણ સમારોહમાં મુખ્યમંત્રી નીતિન પટેલ, સૌરભ પટેલ અને ગણપત વસાવા હાજર રહ્યા હતાં. આ થીમ પાર્કમાં ૪૦ રાઇડ્સની સાથે ડાયનાસોર પાર્ક, છોટા ભીમ પાર્ક અને લેઝર મ્યુઝિકલ ફુવારા ની પણ મજા લઇ શકશો. આ પાર્ક ને ૭૫ એકર જેટલી જમીનમાં બનાવવામાં આવ્યો છે.

આ પાર્કમાં ક્રિકેટના શોખીનો માટે ક્રિકેટ નેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. નાના બાળકો માટે પણ ઘણી બધી રાઇડ્સ તમને જોવા મળશે. એક રીતે જોઈએ તો નાના બાળકોથી લઈને મોટા લોકોને પસંદ આવે તેવી રીતે આ થીમ પાર્ક તૈયાર કરવામાં આવ્યો છે. મોટા લોકો માટે ટ્વીસ્ટ ટાવર, ફ્લાઈંગ કરાઉસે લ, સ્કય ડ્રોપ, થ્રિલિંગ એન્જિન, ડિસ્કો તગડા, રીમઝીમ બારિશ, સ્ક્ય પેડલ, રેસર્સ એડ્ઝ, નેટ ક્રિકેટ, ડ્રેગન વિંગ્સ, ફિલિંગ ફ્લાઇટ, વ્હુશ, બોટિંગ કોસ્ટર, બેંગ બેંગ, લેઝી રિવર બબલ શોકર, ક્રૂઝર રાઈડ્સ જેવી બીજી ઘણી બધી રાઇડ્સ બનાવવામાં આવી છે.

આ પાર્કમાં ગ્રુપ બુકિંગ ની પણ સુવિધા આપવામાં આવી છે. ગ્રુપ બુકિંગ માટે ૬૩૫૯૬ ૦૩૯૮૯ પર કોલ કરી અથવા તો [email protected] પર મેલ કરી શકો છો. આ પાર્કમાં ૧૪૭ રૂપિયાથી લઈને ૧૮૦૦ રૂપિયા સુધીના અલગ અલગ ૩ પેકેજ રાખવામાં આવ્યા છે. પ્રથમ ૧૪૭ રૂપિયા વાળું સિલ્વર પેકેજ છે. જેમાં બાળકો માટે એન્ટ્રી ફી ફક્ત ૧૦૫ રૂપિયા છે.

આ પેકેજમાં એ કેટેગરી ની ૨ રાઇડ્સ અને બી કેટેગરી ની ૨ રાઇડ્સ સામેલ છે. ત્યારપછી ગોલ્ડ પેકેજમાં એડલ્ટ લોકો માટે ૮૫૫ રૂપિયા અને બાળકો માટે ૫૩૦ રૂપિયા રાખવામાં આવ્યું છે. જેમાં એ કેટેગરી વાળી ૧૪ રાઇડ્સ અને બી કેટેગરી વાળી ૧૮ રાઇડ્સ સામેલ છે. છેલ્લું પેકેજ છે ફાસ્ટ ટ્રેક પેકેજ જેમાં એડલ્ટ માટે ૧૮૦૦ રૂપિયા તેમજ બાળકો માટે ૧૨૦૦ રૂપિયા રાખવામાં આવ્યું છે. આ પેકેજમાં એ કેટેગરી તેમજ બી કેટેગરી વાળી તમામ રાઇડ્સ શામેલ છે.

આ પાર્ક નો સમય સોમ થી શુક્ર સવારે ૧૧ વાગ્યા થી સાંજે ૬ વાગ્યા સુધીનો રહેશે. તેમજ શનિવાર અને રવિવારે આ પાર્ક નો સમય સવારે ૧૦.૩૦ થી લઈને સાંજે ૬ વાગ્યા સુધીનો રહેશે. જ્યારે બુધવારે આ પાર્ક બંધ રહેશે. વધારે માહિતી માટે તમે અતાપી વન્ડરલેન્ડ ડોટ કોમ ની મુલાકાત પણ લઈ શકો છો.

જો તમને અમારો આ આર્ટિકલ ગમ્યો હોય તો કમેન્ટ બોક્સ માં જણાવો અને શેર કરો.

error: Content is protected !!