સ્વાદિષ્ટ અને ટેસ્ટી પાટોડી (ખમણી) રેસીપી
પાટોડી (ખમણી) બનાવા માટેની સામગ્રી:
- 2 વાટકી ચણાનો લોટ
- 200 ગ્રામ દહીં
- 1 ચમચી વાટેલા મરચાં
- 1 ચમચી ખાંડ
- 1 ચમચો તેલ
- બારીક સમારેલ કોથમીર,છીણ કરેલું કોપરૂ, હિંગ,મીઠું અને હળદર.
પાટોડી બનાવવા માટેની વિધિ:
સૌ પ્રથમ ચણાના લોટ માં મીઠું, ખાંડ,હળદર, હિંગ તથા દહીં નાખી 3 વાટકી જેટલું મિશ્રણ કરી એકરસ કરી હલાવી લેવુ,ત્યારબાદ કૂકરમાં તપેલી મૂકી તેમાં ખીરું નાખી તેમાં લીલો મસાલો નાખી બરાબર લહાવી બે થી ત્રણ સીટી બગડી લેવી.
કુકર ઠંડુ થાય એટલે ચણાના લોટનું ખીરું થાળી ઉપર પાથરી બને તેટલું પાતળું કરી નાખવું, ત્યારબાદ તેને વચ્ચે છરી ના ઉલયોગ દ્વારા કટિંગ કરી ગોળ ગોળ રોલ વાળી નાના નાના રોલ કટ કરવા
ત્યારબાદ તેના ઉપર રાય, તલ સાથેનો તેલનો બઘાર ઉપર રેડી લિલી કોથમીર તથા છીણેલું કોપરૂ નાખો.થઈ ગઈ તમારી સ્વાદિષ્ટ પાટોડી.