શ્યામ કલાણી એટલે ‘રામાયણ’ મા સુગ્રીવનું પાત્ર ભજવનારનુ અવસાન

‘રામાયણ’ સુપ્રસિદ્ધ શૉ માનો એક છે જે નેવુંના દાયકામાં દૂરદર્શન ચેનલ પર પ્રસારીત કરવામાં આવ્યો હતો.

શ્યામ કલાણી એટલે કે રામાયણ માં સુગ્રીવનો અભિનય કરનાર પાત્ર જેમનું નિધન થયું છે. તેમના પરિવારોના જણાવ્યા અનુસાર તેવો ઘણા સમયથા કેન્સરથી સામે લડી રહ્યા હતા. રામાયણ માં લક્ષ્મણનો અભિનય કરનાર સુનીલ લાહરિયે ટ્વીટ કરીને શ્રદ્ધાંજલી આપતા લખ્યું કે “અમારા સાથી શ્યામ કલાનીના અચાનક અવસાનની વાત સાંભળીને ખૂબ જ દુ:ખ છે. તેમણે રામાયણમાં બાલી અને સુગ્રીવની ભૂમિકા ભજવી હતી. ભગવાન તેમના આત્માને શાંતિ અને તેમના પરિવારને શક્તિ આપે.”

અરુણ ગોવિલે કે જેમને ‘રામાયણ’ માં ભગવાન રામનું પાત્ર ભજવ્યું છે તમને લખ્યું છે: “શ્યામ સુંદરના મૃત્યુની વાત સાંભળીને મને દુ:ખ થયું છે. તેમણે રામાનંદ સાગરની રામાયણમાં સુગ્રીવની ભૂમિકા ભજવી હતી. ખૂબ જ સારી વ્યક્તિત્વ અને સજ્જન. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. ”

દેશમાં હાલ કોરોના વાયરસને લીધે લોકડાઉન પિરિયડ ચાલી રહ્યો છે ત્યારે લોકોની માંગ ને લીધે ફરીવાર રામાનંદ સાગર દ્વારા બનાવેલ ‘રામાયણ’ શૉ ને દુરદર્શન ની DD National ચેનલ પર પુનઃ પ્રસારિત કરવામાં આવી રહી છે અને એમને ભરપૂર રિસ્પોન્સ પણ મળ્યો છે.

મિત્રો, અમારી સાથે જોડે ફેસબુક પર અમને follow કરો રોકસ્ટરગુજ્જુ

error: Content is protected !!