જલિયાંવાલા બાગ હત્યાકાંડના સો વર્ષ થયાં
આજે જલિયાંવાલા બાગ હત્યાકાંડ ના થયા ૧૦૦ વર્ષ પુરા તો ચાલો આજે તમને જણાવીએ થોડી અનસુની વાતો.
જલિયાંવાલા બાગ હત્યાકાંડ 13 એપ્રિલ ને 1919 માં પંજાબ રાજ્યના અમરીતસર માં થયો હતો.
જલિયાંવાલા બાગ હત્યાકાંડ સ્ટોરી: 100 વર્ષ
જલિયાંવાલા બાગ હત્યાકાંડ ની સ્ટોરી સાંભળીને આજે પણ બધા ભારતીય ની રૂહ કંપી ઉઠે છે . આ બર્બર હત્યાકાંડ અંગ્રેજોએ આપણા ભારતીયો પર કર્યો હતો.જેની નિંદા આજે પણ બધા કરે છે. અંગ્રેજો દ્વારા કરવામાં આવેલા આ હત્યાકાંડ માટે આજેપણ બ્રિટનના ઉચ્ચ અધિકારીઓ શોક મનાવે છે. આજ જલિયાંવાલા બાગ હત્યાકાંડ ના 100 વર્ષે પૂર્ણ થઈ ચૂક્યા છે.
ભારત ના પંજાબ રાજ્યના અમૃતસરના સુવર્ણ મંદિરની નજીક આવેલા જલિયાંવાલા બાગ માં 13 એપ્રિલ સને 1919 માં વૈશાખીના દિવસે થયો હતો. જલિયાંવાલા બાગ હત્યાકાંડ ને અમૃતસરકાંડ તરિકે પણ ઓળખવામાં આવે છે. જલિયાંવાલા બાગ માં અંગ્રજો દ્વારા બનાવવામાં આવેલા રોલેટ એક્ટ (Rollet Act) ના વિરોધ કરવા માટે એક સભા થઇ રહી હતી. સભાના સમય દરમ્યાન જ ક્રૂર અને ઘાતકી જનરલ ડાયર નામના અંગ્રેજ અધિકારીએ કોઈ પણ કારણ વિના સભામાં ઉપસ્થિત ભીડ ઉપર ગોળીઓનો વરસાદ કરાવી દીધો.
જલિયાવાલા બાગ હત્યાકાંડ માં 400 થી વધુ વ્યક્તિ નામૃત્યુ થયા હતા અને 2000 થી વધુ લોકો ઘાયલ થયા હતા. આજે પણ અમૃતસરના ડેપ્યુટી કમિશનર ના કાર્યાલયમાં 484 શહીદોની યાદી છે. અને બીજીબાજુ જલિયાંવાલા બાગમાં કુલ 388 શહીદોની યાદી છે.
બ્રિટિશ હુકુમત મુજબ આ ઘટનામાં 200 લોકો ઘાયલ અને 379 લોકો શાહિદ થયા એ સ્વીકાર કરેલ છે. જેમાં 337 પુરુષો અને મહિલાઓ તથા 41 બાળકો અને એક 6 મહિનાનું બાળક નો સમાવેશ થાય છે.જલિયાંવાલા બાગ હત્યાકાંડના ઇતિહાસને ભારતીય સ્વાધીનતા સંગ્રામનો ઇતિહાસ પણ કહેવાય છે.
મિત્રો, તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો. ??જય ભારત??