WhatsAp Join Now
Telegram Join Now
Instagram Join Now
ઉપયોગી માહિતી

ઈ શ્રમ કાર્ડ રજિસ્ટ્રેશન | e-Shram Card Registration Process

ઈ શ્રમ કાર્ડ શું છે? | What is e-Shram Card?

શ્રમિકોને લાભ આપવા માટે ભારત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા e-Shram portal ની શરૂઆત કરવામાં આવી છે. આ પોર્ટલ દ્વારા તમામ શ્રમિકોની માહિતી એકઠી કરવામાં આવશે. આ આર્ટિકલ દ્વારા E Shram Card દ્વારા તમામ માહિતી આપવામાં આવશે.

શા માટે શરૂ કરવામાં આવ્યું ઈ શ્રમ કાર્ડ?

અસંગઠિત ક્ષેત્રોના શ્રમિકો માટે કેન્દ્ર સરકારે ઈ-શ્રમ પોર્ટલ લોન્ચ કરી દીધું છે. તેનાથી અસંગઠિત ક્ષેત્રના લગભગ 38 કરોડ શ્રમિકોને ફાયદો થશે. સરકાર આ પોર્ટલ દ્વારા નેશનલ ડેટાબેઝ તૈયાર કરશે અને આ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરનારા શ્રમિકોને એક ઈ-શ્રમ કાર્ડ આપવામાં આવશે. આ કાર્ડની મદદથી રજિસ્ટર્ડ શ્રમિક દેશમાં ક્યાંય પણ, ગમે ત્યારે જુદી-જુદી સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ લઈ શકશે.

ઇ શ્રમિક કાર્ડ રજીસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજ

શ્રમિકોને અનેક લાભ આપતું આ કાર્ડ કઢાવવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું હોય છે.શ્રમિક કાર્ડનું ઓનલાઈન રજીસ્ટ્રેશન e Shram Official Website પરથી અને Common Service Center (CSC) પરથી કરી શકાશે. જેના માટે જરૂરી ડોક્યુમેન્‍ટ નીચે મુજબ છે.

  • આધારકાર્ડ
  • રહેઠાણનો પુરાવો
  • આધારકાર્ડ સાથે લિંક થયેલ મોબાઈલ નંબર
  • બચત ખાતાની ઝેરોક્ષ
  • રેશન કાર્ડની નકલ
  • ઉંમર અંગેનું પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો

E Sharam Card રજીસ્ટ્રેશન કરાવતા પહેલાં ધ્યાન રાખવું.

  1. અરજદાર લાભાર્થી Income Tex ન ભરતો હોવો જોઈએ.
  2. શ્રમિકની ઉંમર 16 વર્ષ કરતાં વધારે અને 59 વર્ષ કરતા ઓછી હોવી જોઈએ.
  3. શ્રમિક EPFO/ESIC નો સભ્ય ન હોવો જોઈએ.

E Shram Card ના લાભાર્થીઓની યાદી

ઇ-શ્રમ કાર્ડ હેઠળ દેશના અસંગઠિત ક્ષેત્રના કામદારોને આ કાર્ડ આપવામાં આવશે. જે કામદારોનું Income Tax કપાતો ન હોય તેમજ શ્રમિક EPFO નો સભ્ય ન હોય તેમને લાભ મળશે. અસંગઠિત ક્ષેત્રના કામદારોની યાદી નીચે મુજબ છે.

  • બ્યુટી પાર્લર વર્કર
  • આશા વર્કર
  • કુંભાર
  • કર્મકાંડ કરનાર
  • ખેતશ્રમિક
  • કડીયાકામ, ઈંટો ગોઠવી
  • સુથાર, મિસ્ત્રી
  • લાકડું અથવા પથ્થર બાંધનાર કે ઊંચકનાર
  •  લુહાર
  • વાળંદ
  • માછીમાર
  • કલરકામ
  • આગરીયા સફાઈ
  • કુલીઓ
  • માનદવેતન મેળવનાર
  • રિક્ષા ચાલક
  • પાથરણાવાળા
  • રોડ પર નાસ્તાની દુકાન ચલાવનાર
  • ઘરેલું કામદારો અથવા કામ કરતા ભાઈઓ-બહેનો
  • રત્ન કલાકારો
  • આંગણવાડી કાર્યકર
  • વાયરમેન
  • વેલ્ડર
  • ઇલેક્ટ્રિશિયન
  • પ્લમ્બર
  • હમાલ
  • મોચી
  • દરજી
  • માળી
  • બીડી કામદારો
  • ફેરીયા
  • રસોઈયા
  • અગરિયા
  •  ક્લીનર- ડ્રાઇવર
  • ગૃહ ઉદ્યોગ
  • ઈંટો કામ કરનાર
  • રસોઈ કરનાર
  • જમીન વગરના

ઇ શ્રમ કાર્ડ ઓનલાઈન નોંધણી પ્રક્રિયા

  • સૌ પ્રથમ તમારે ઇ શ્રમ પોર્ટલની વેબસાઇટ પર જવું પડશે.
  • હોમ પેજ પર, તમારે E Shram Register ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારી સામે એક નવું પેજ ખુલશે.
Eshram Card Registration Process
  • તેના પર તમારે તમારો આધાર લિંક મોબાઈલ નંબર, કેપ્ચા કોડ, EPFO ​​અને ESIC મેમ્બર સ્ટેટસ એન્ટર કરવાનું રહેશે.
  • હવે તમારે Send OTP ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • આ પછી, તમારે OTP બોક્સમાં પ્રાપ્ત OTP દાખલ કરવો પડશે.
  • હવે તમારે રજિસ્ટર વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • આ રીતે તમે ઈ શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવી શકશો.

ઇ શ્રમ કાર્ડ મેળવવાની પ્રક્રિયા 

  1. સૌથી પહેલા તમારે ઈ શ્રમ પોર્ટલની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે.
  2. હવે તમારી સામે હોમ પેજ ખુલશે.
  3. હોમ પેજ પર, તમારે E Shram પર Register ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  4. આ પછી, તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમારે તમારો આધાર લિંક મોબાઇલ નંબર અને કેપ્ચા કોડ નાખવો પડશે.
  5. હવે તમારે EPFO ​​અને ESIC મેમ્બર સ્ટેટસ દાખલ કરવું પડશે.
  6. હવે તમારે Send OTP ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  7. આ પછી તમારા મોબાઈલ ફોન પર એક OTP આવશે જેને તમારે OTP બોક્સમાં એન્ટર કરવાનું રહેશે.
  8. હવે તમારે સબમિટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  9. આ પછી તમારે તમારો આધાર નંબર નાખવો પડશે.
  10. હવે તમારે સબમિટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  11. આ પછી, તમારા મોબાઇલ ફોન પર બીજો OTP મોકલવામાં આવશે, જે તમારે OTP બોક્સમાં દાખલ કરવો પડશે અને વેલિડેટના વિકલ્પ પર ક્લિક કરવું પડશે.
  12. હવે તમારા આધાર કાર્ડના ડેટાબેઝમાંથી તમારો ફોટોગ્રાફ અને અન્ય માહિતી તમારી સ્ક્રીન પર તમારી સામે ખુલશે.

ઈ-શ્રમ કાર્ડ ડાઉનલોડ કઈ રીતે કરવું

  • આ પછી, તમારે અન્ય વિગતો દાખલ કરવા માટે પુષ્ટિના વિકલ્પ પર ક્લિક કરવું પડશે.
  • આ પછી તમારે નીચેની માહિતી દાખલ કરવાની રહેશે:-
  • વ્યક્તિગત માહિતી
  • શૈક્ષણિક લાયકાત
  • વ્યવસાય અને કૌશલ્ય
  • બેંકની વિગત
  • તમારે તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજો અપલોડ કરવા પડશે.
  • હવે તમારે Preview Self Declaration ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારા દ્વારા દાખલ કરવામાં આવેલી તમામ માહિતી તમારી સામે ખુલી જશે.
  • તમારે આ માહિતી તપાસવી પડશે.
  • આ પછી, તમારે ઘોષણા પર ટિક કરવું પડશે અને સબમિટ વિકલ્પ પર ક્લિક કરવું પડશે.
  • હવે તમારા મોબાઈલ ફોન પર એક OTP આવશે, જેને તમારે OTP બોક્સમાં એન્ટર કરીને વેરિફાઈના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારે કન્ફર્મ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  • આ પછી તમારું ઈ-શ્રમ કાર્ડ તમારી સામે ખુલશે.
  • હવે તમારે ડાઉનલોડ UAN કાર્ડના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • આ રીતે તમારું ઇ-શ્રમ કાર્ડ ડાઉનલોડ થઈ જશે.
error: Content is protected !!