આપણો રાષ્ટ્ર ધ્વજ ફરકાવવાના નિયમો
આપણે સૌ નાન પણથી જ રાષ્ટ્રધ્વજને સલામી આપતા આવીએ છીએ અને એમનું સન્માન કરતા આવિયા છીએ પણ આપણાં માંથી ઘણા બધા લોકો ને રાષ્ટ્રધ્વજ ફરકાવના નિયમો વિશે ખ્યાલ જ નહીં હોય તો ચાલો આજે આપણે જાણીએ આપણા રાષ્ટ્રધ્વજ વિશે.
“ભારત મારો દેશ છે અને બધા ભારતીયો મારા ભાઈ બહેન છે”
- રાષ્ટ્ર ધ્વજ નું માપ ૩:૨ના પ્રમાણ માં હોવુ જોઈએ
- રાષ્ટ્ર ધ્વજ ની લંબાઇ કરતા ૧૦ ગણો મોટો ધ્વજ સ્તંભ હોવો જોઇએ.
- રાષ્ટ્ર ધ્વજ સૂર્યોદય પછી ફરકાવવો તથા સુર્યાસ્ત પહેલા ઉતારી લેવો જોઇએ.
- રાષ્ટ્ર ધ્વજ ફરકાવવા માં ઉતાવળ કરવી જોઇએ જ્યારે ઉતારતી વખતે ઘીમે ઘીમે શિષ્ટાચાર પુર્વક ઉતારવો જોઇએ.
- રાષ્ટ્રધ્વજ સલામી હંમેશા ટોપી પહેરેલ હોય તો જ આપી શકાય નહિતર સાવધાન સ્થિતિ માં રશેવું.
રાષ્ટ્રધ્વજ અંગે ધ્યાનમાં રાખવા જેવી બાબતો:
- રાષ્ટ્રધ્વજ એકદમ સ્વચ્છ હોવો જોઈએ
- અન્ય કોઈ ધ્વજ રાષ્ટ્રધ્વજ જમણી બાજુ એ તેનાથી ઊંચાઈ એ ફરકાવી શકાય નહિ
- રેલી અને પરેડ કરતી વખતે રાષ્ટ્રધ્વજ કુચ કરનારની જમણી બાજુ એ રહે તેમ રાખવો
- મિલિટરી ગ્રુપમાં રાષ્ટ્રધ્વજ હંમેશા વચ્ચે રહે છે અને તેનાથી બે ડગલાં આગળ રહી પરેડ થાય છે
- રાષ્ટ્રધ્વજને બીજા કોઈપણ ધ્વજ સાથે એક જ સ્તંભ પર ફરકાવી શકાય નહિ
- રાષ્ટ્રધ્વજ ઉપર કોઈ પણ પ્રકારનું લખાણ લખી શકાય નહિ
ખાનગી અત્યેષ્ટિ સમયે ધ્વજ નો ઉપયોજ શબને ઢાકવા માટે થાય શકે નહીં
- રાષ્ટ્રધ્વજ માત્ર રાજ્ય રાષ્ટ્ર, લશ્કર અને કેન્દ્ર સરકારની અર્ધલશ્કરી દળો તરફથી થતી અત્યેષ્ટિ માં ધ્વજ શબપર ઢાંકવામાં આવે ત્યારે કેસરી રંગ માથાં તરફ રાખવામાં આવે છે.
- અગ્નિ સંસ્કાર કબર માં દફનકરતા પહેલા શાબપરથી ધ્વજ સન્માનથી ખસેડી લેવામાં આવે છે.
- ધ્વજ ને ઈરાદા પુર્વક જમીન અથવા ભોંયતળિયે અડકવા દઈ શકાય નહીં
- અગત્ય ના રાષ્ટ્રીય પ્રસંગો, સાંકૃતિક અને ખેલકુદ નાં પ્રસંગો એ જાહેર જનતા કાગળ/પ્લાસ્ટિક ના બનેલા ધ્વજ ફરકાવી શકશે પરંતુ પ્રસંગ પૂરો થતાં આવા ધ્વજ જમીન ઉપર ફેંકી દેવને બદલે ધ્વજનાં સન્માન ને ધ્યાનમાં લઈ ખાનગી રાહે નિકાલ કરવો જોઈએ.
- દરેક ભારતીય નાગરિકે રાષ્ટ્ર્ધ્વજનું સન્માન કરવું એ તેની ફરજ અને કર્તવ્ય છે. તિરંગા ની આન, બાન અને શાન જાળવવી ની તમામ ની ફરજ છે.
- રાષ્ટ્રધ્વજનું ઈરાદા પૂર્વક સન્માન નહિં કરનાર ને દંડ અને ત્રણ વર્ષ સુધી ની કેદની જોગવાઈ છે.
નોંધ: આ લેખ તમે રોકસ્ટારગુજ્જુ ના માધ્યમ થી વાંચી રહ્યા છો જો તમને અમારો આ લેખ પસંદ આવે તો શેર જરૂર કરજો.
??જય જવાન ,જય કિસાન, ભારત માતાકી જય ??