WhatsAp Join Now
Telegram Join Now
Instagram Join Now
ઉપયોગી માહિતી

કેરી જ નહીં એમની ગોઠલી પણ સ્વાસ્થ્ય માટે છે ખુબજ ફાયદાકારક

કેરીના ગોઠલા નું સેવન કરીને આ ગરમીમાં રહો તંદુરસ્ત

કેરીને ફળો નો રાજા એમજ નહિ કહેવતો. મીઠી કેરીના સ્વાદ,સુગંધ અને ગુણો ની બરોબરી કરવી કોઈપણ ફળ માટે અસંભવ છે. રસદાળ કેરી સ્વાદમાં તો લાજવાબ હોય જ છે સાથે સાથે એની ગોઠલીના પણ કોઈ વરદાન થી ઓછી નહિ. કેરીની ગોઠલી, પાન, છાલ, લાકડી, બધી વસ્તુ કામ માં લગાવી શકાય છે.

આયુર્વેદમાં કેરીના ફળને વધુ પસંદ કરવામાં આવ્યું છે. કેરીના વૃક્ષના બધા ભાગો બહુ ઉપયોગી હોય છે. આજે અમે તમને કેરીની ગોઠલીથી થતા સ્વાસ્થ્યલક્ષી ફાયદા જણાવીશું જે તમે ક્યારેય સાંભળ્યા નહિ હોય

દસ્ત(ઝાડા)થી છુટકારો

કેરીની ગોઠલી,બીલગીરી અને મિશ્રિ સમાન માત્રામાં પીસીને દરરોજ બે ચમસી દિવસમાં ત્રણવાર લેવાથી ઝાડા સારા થઈ જાય છે.જો ઝાડામાં લોહી આવતું હોય તો કેરીની ગોઠલીને પીસીને છાસમાં ભેળવીને પીવાથી તે બંધ થય જાય છે.

દાંત મજબૂત બનાવે છે

કેરીના લીલા પતા સુકવી પછી તને બાળીને પીસીલો. કેરીની ગોઠલીને બારીક પીસીને આમ ભેળવી દો. બન્ને ને મિક્ષ કરીને છાવણી વડે છાળી લો. દરરોજ આ મિક્ષ પાઉડર દંતમંજન કરવાથી દાંત સફેદ અને મજબૂત થાય છે. દાંતના દુખાવા સારા થય જશે. રોજ આંબાના પાન ચાવવાથી દાંત હલતા બંધ થઈ જશે અને પેઢામાં લોહી આવતું બંધ થઈ જશે.

ચરબીનું પ્રમાણ ઠીક કરે છે

કેરીની ગોઠલી લોહીના પરિભ્રમણ ને સુધારીને ખરાબ ચરબીને ઘટાડવામાં મદદ કરે છે.આની સીધી અસર બ્લડ સુગર ઓછી કરે છે

હૃદય રોગમાં આરામ

જો ગોઠલી યોગ્ય માત્રામાં લેવામાં આવે તો હાય બીપી ની સમસ્યા મટી શકે છે જેનાથી હૃદયની બીમારીના ખતરાથી બચી શકાય છે.

પિરિયડમાં વધુ પડતા રક્તસ્રાવને રોકવામાં

ગોઠલીને ચૂર્ણને દહીં અને નમક સાથે મિક્ષ કરીને ખાવાથી મહિલાઓના માસિક ધર્મમાં થતા વધુ પડતા રક્તસ્ત્રાવ દૂર થાય છે.

મોટપો દૂર કરવા માટે

મોટા ફાંદ વાળા લોકોને ગોઠલી ખુબજ મદદ કરે છે કેમકે એ વજન ઓછું કરવામાં ખૂબ જ મદદ કરે છે. એ વધુ પડતો વજન ઘટાડે છે, ચરબીના પ્રમાણે ઠીક કરે છે અને લોહીના પરિભ્રમણ ને યોગ્ય રાખે છે, એટલા માટે ગોઠલીનો પાઉડર નિયમિત લેવો જોઈએ.

આવીજ વધુ પોસ્ટ મેળવતા રહેવા માટે લાઈક કરો રોકસ્ટરગુજ્જુ ગુજ્જુ પેજ ને ઈન્સ્ટાગ્રામ અને ફેકબુક પર. તમારા બધા મિત્રો સાથે માહિતી શેર કરવાનું ભૂલતાં નહિ.

error: Content is protected !!