Site icon RockstarGujju

જે દીકરીઓ ટૂંકા પોશાક પહેરે છે તેમને એક વડીલ તરફથી સમર્પિત

થોડો સમય કાઢીને આ આર્ટિકલ જરૂરથી વાંચજો અને જો તમે એક વડીલ છો તો આ લેખ તમારી દીકરી સાથે જરૂર થી શેર કરજો. આ લેખ માં એક દીકરી અને પિતા વચ્ચે થયેલી એક નાનકડી પણ મોટી વાત સમજાવી જાય એવી છે.

એક દીકરીને તેના પોતાની દીકરીના જન્મ દિવસ પર તેમને એક આઈફોન ભેટ આપે છે.

બીજા દીવસે પિતાએ દીકરીને પૂછ્યું…. તને આઈફોન દીધા પછી સર્વ પ્રથમ તે શુ કર્યુ?

દીકરી:- મે સ્ક્રેચ ગાર્ડ અને કવર લીધુ.

પિતા:- તને આવુ કરવા માટે કોઈયે બળજબરી કરી હતી.?

દીકરી:- નહી… કોઈયે નહી.

પિતા:- તને એવુ નથી લાગતુ કે તુ આઈફોન કંપનીના નિર્માતાનું કર્યું છે….

દીકરી:- ના..પપ્પા.. ઉલટાનુ તેમણેજ અને કવર લગાવવાની સલાહ આપી.

પિતા:- તો પછી આઈફોન ખરાબ દેખાતો હશે માટે કવર લીધુ..?

દીકરી:- નહી…. ફોન ખરાબ ન થાય માટે મેં લગાડ્યું પપ્પા….

પિતા:- કવર લગાડ્યા પછી આઈફોનના સુંદરતામા કાય ઉણપ આવી એવુ તને નથી લાગતું….??

દીકરી:- નહી.. પપ્પા ઉલટાનુ કવર લગાડવાથી આઈફોન વધુ સુંદર લાગે છે…

પિતાએ દીકરી સામે પ્રેમથી જોયુ અને માથે હાથ ફેરવીને કહ્યુ બેટા એ આઈફોન કરતા સુંદર તારૂ શરીર છે. અને તુ તો અમારા ઘરની ઈજ્જત છે. અમારૂ ઘરેણું છે. તુ પોતે જો અંગ સુંદર વસ્ત્રોથી ઢાકીશ તો તું હજુ સુંદર દેખાઈશ. તારૂ સૌંદર્ય હજુ ભરપૂર ખીલશે….!

દીકરી પાસે આનો કોઈ જવાબ ન હતો. હતા તો ફક્ત આંખમાથી આશુઓ.

દીકરીઓ એ સુંદર તેમજ ફેશનેબલ કપડાં જરૂર પહેરવા. પણ તેમાંથી તમારા સૌંદર્યના,તમારા તેમજ તમારા માતપિતાના અને ભારતીય સંસ્કૃતિનું અપમાન ન થાય તેનુ જરૂર ધ્યાન રાખવુ…!!!

તમને જો અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો જરૂર થી શેર કરજો આવાજ બીજા આર્ટિકલ વાંચતા રહેવા માટે અમારું ફેસબુક પેજ રોકસ્ટારગુજ્જુ લાઈક કરો.

નીચે આપેલા લેખ માં વાંચો

Exit mobile version