WhatsAp Join Now
Telegram Join Now
Instagram Join Now
સમાચાર

SBI ના 45 કરોડ ગ્રાહકોને ચેતવણી: જાણો વધુ માહિતી નહિતર તમારું બેંક અકાઉન્ટ થઈ જશે ખાલી

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (State Bank Of India- SBI) એ તેના 45 કરોડ ગ્રાહકોને ચેતવણી આપી છે. ઓનલાઇન બેંકિંગ (Online Banking) દ્વારા નવી સુવિધાઓ આપવામાં આવી છે, પરંતુ ખાતા ધારકોને તેના દ્વારા નવી મુશ્કેલીઓ પણ ઉભી થઈ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (Reserve Bank of India- RBI) અને અન્ય બેંકો એ દેશમાં ઝડપથી વધી રહેલા ડિજિટલ ફ્રોડને (Digital Fraud) ધ્યાનમાં લઈને તેમના ગ્રાહકોને સમયાંતરે  ચેતવણીઓ જાહેર કરે છે.

એસબીઆઈ (SBI) એ બેંકિંગના વધતા ફ્રોડ (Fraud) સામે ચેતવણી આપી.

એસબીઆઇ (SBI) એ ફરી એકવાર ઝડપથી વધી રહેલા બેન્કિંગ ફ્રોડ (Banking Fraud) અંગે તેના ગ્રાહકોને સાવચેતી આપી છે. હાલમાં બેંકિંગ સુવિધાઓ મોબાઇલમાં એપ દ્વારા જ કરવામાં આવી રહી છે, પરંતુ જો તમે પણ એવા લોકોમાં છો કે જેઓ તેમની બેંકિંગ માહિતીને મોબાઇલમાં સેવ રાખે છે, તો તમારા માટે બેંકિંગ સુવિધાઓનો ઉપયોગ કરવો નુકસાનકારક બની શકે છે.

કેવી સાવચેતી રાખવી? 

એસબીઆઈ (SBI) દ્વારા કહેવામાં આવ્યું છે કે દેશભરમાં ઝડપથી વધી રહેલા છેતરપિંડીના મામલામાં સાવચેત રહેવાની જરૂર છે. તમારે તમારા બેંક એકાઉન્ટથી સંબંધિત માહિતીને મોબાઇલમાં રાખવી જોઈએ નહીં. એસબીઆઇ (SBI) એ ચેતવણી આપી છે કે જો તમે તમારા મોબાઇલમાં તમારો બેંકિંગ પિન (PIN), ડેબિટ કાર્ડ (Debit  Card), ક્રેડિટ કાર્ડ (Credit Card) ની માહિતી અને તેનો પાસવર્ડ (Password), સીવીવી (CVV) વગેરે તમારા મોબાઈલમાં રાખો છો જેથી તમે તેનો સહેલાઇથી ઉપયોગ કરી શકો, તો તે એક મોટી ભૂલ છે. બેંકને લગતી માહિતી ક્યારેય પણ મોબાઈલમાં સેવ કરશો નહીં.

જો તમે આવી માહિતી તમારા મોબાઈલમાં સેવ કરી છે તો આ બધી જ માહિતી તરત જ તમારા મોબાઇલ પરથી Delete કરી નાખો. જો તમે તેને Delete નહીં કરો તો, તમારી સાથે ઓનલાઇન છેતરપિંડી (Online Fraud) થવાની સંભાવના છે. એસબીઆઈએ કહ્યું છે કે ગ્રાહકોએ આવી ભૂલ જરાય ન કરવી જોઈએ, કે જેનાથી તેમનું બેંક ખાતું ખાલી થઈ જાય. તમારા બેંક એકાઉન્ટ અને ઓનલાઇન બેંકિંગની માહિતીને ક્યારેય ફોન પર સાચવશો નહીં.

આવી ભૂલ ક્યારેય ન કરો.

  • એસબીઆઇ (SBI) એ કહ્યું છે કે જો તમે તમારા મોબાઇલમાં સંવેદનશીલ બેંકિંગ માહિતી રાખો છો, તો આ માહિતી લીક થઈ શકે છે.
  • એટીએમ કાર્ડ (ATM Card) નો પણ ખૂબ કાળજીપૂર્વક ઉપયોગ કરો, કોઈ પણ સાથે એટીએમ નંબર (ATM Number), પાસવર્ડ (Password) અને સીવીવી (CVV) વગેરે માહિતી શેર કરશો નહીં અને કોઈને તમારું એટીએમ વાપરવા ન દેવું.
  • એસબીઆઈ (SBI) એ તેના ગ્રાહકોને કહ્યું છે કે ઓનલાઈન બેંકિંગ માટે જાહેર ઇન્ટરનેટનો ઉપયોગ કરવો નહીં. તે સુરક્ષિત નથી, તેમાં તમારી વ્યક્તિગત માહિતી લીક થવાનું જોખમ છે અનેેતમારી સાથે છેતરપિંડીનું કારણ પણ બની શકે છે.
error: Content is protected !!