સાચો પ્રેમ એટલે શું? એક પ્રસંગથી સમજીએ
આજકાલના સમયમાં લોકો ચહેરો જોઈને જ પ્રેમ કરે છે. કોઈ કિસ્સા માં જ એવું બનતું હશે કે કોઈએ કોઈને જોયા વગર જ સોસીયલ મીડિયા ના માધ્યમથી પ્રેમ કર્યો હશે અને એમાં ભી ક્યારેક એવું પણ બનતું હશે કે પહેલા પ્રેમ કરી લે છે પરંતુ બાદ માં છોકરી કે છોકરાને જોયા પછી પસંદ ના આવે તો કોઈ ને કોઈ બહાને સંબંધ તોડી નાખે છે. અત્યાર ના સમયમાં લગ્ન પણ દેખાવડી છોકરી કે છોકરો હોય તો જ વાત આગળ ચાલે છે. એવી લવ સ્ટોરી ખુબ જ ઓછી હશે જેમાં જોયા વગર વાત લગ્ન સુધી પહોંચી ગઈ હોય અને ત્યારબાદ લગ્ન પણ કરી લીધાં હોય. આજે અમે તમને એવી જ એક પ્રેમ કથા વિશે જણાવીશું કે જેમાં જોયા વગર અને છોકરી સાથે શું બન્યું છે એ જાણવા છતાં પણ છોકરાએ લગ્ન કર્યા.
એ યુવતીનું નામ છે સ્વાતિ. એ યુવતી દેખાવમાં ખુબ જ સારી લાગતી હતી અને સ્વભાવ પણ ખુબ જ સારો હતો. તેના પણ જીવનમાં ઘણા સપનાઓ હતાં પણ તેની સાથે એક એવી ઘટના બની કે તેનું જીવન બદલાઈ ગયું. પોતાના ઘરમાં તે સૌથી મોટી દીકરી હતી. તેથી ઘરની બધી જ જવાબદારી તેના પર હતી. એક દિવસ તે મુંબઇ તેના સગા ને ત્યાં લગ્નમાં ગઈ હતી. લગ્નમાં પણ તે કામમાં લાગી ગઈ હતી. કામ સિવાય તેનું ધ્યાન બીજે ક્યાંય પણ નહોતું. પરંતુ લગ્નના દિવસે તેણે પોતાના ભાઈ અને પિતરાઈ ભાઈને જગડતા જોયાં.
બંનેના ઝઘડા ની હજુ કોઈને ખબર નહોતી અને ઝગડો એટલો વધી ગયો કે સ્વાતિ ને બંનેની વચ્ચે આવવું પડ્યું. તેણે બંનેને સમજવાની કોશિશ કરી પરંતુ બંને માંથી કોઈ સમજવા તૈયાર નહોતું. આખરે કંટાળીને સ્વાતિએ બંને ને એક એક થપ્પડ મારી દીધી જેના લીધે બંને શાંત થઈ ગયાં. ત્યારબાદ સ્વાતિ ફરી તેના કામમાં વ્યસ્ત બની ગઈ. લગ્ન પણ હવે શાંતિ થી થઈ ગયા હતાં. પરંતુ સ્વાતિ ને ક્યાં ખબર હતી કે લગ્ન બાદ તેનો ખરાબ સમય આવવાનો હતો.
આ લગ્ન બાદ સ્વાતિ ના લગ્ન પણ ૬ મહિના બાદ હતાં. જેને લઇને તે ખુબ જ ખુશ હતી. પરંતુ તેની આ ખુશી લાંબો સમય ટકવાની ના હતી. લગ્નને હવે ફક્ત ૧૦ દિવસ જ રહ્યાં હતાં ત્યારે જે પિતરાઈ ભાઈને તેણે થપ્પડ મારી હતી તેણે જ સ્વાતિ પર એસિડ ફેંકી દીધું. જેના લીધે સ્વાતિને અસહ્ય દુખાવો થયો અને ચહેરો પીગળવા લાગ્યો. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. હવે સ્વાતિને મહિનાઓ સુધી દવાખાને રહેવું પડે એમ હતું. બીજી બાજુ છોકરાવાળા ને આ ખબર મળતાં જ તેણે લગ્ન કરવાની પણ ના પાડી દીધી.
મહિના બાદ સ્વાતિને દવાખાના માંથી રજા મળી અને જ્યારે પણ તે ઘરે પોતાનો ચહેરો અરીસામાં જોતી એટલે રડવા લાગતી. તેનો ચહેરો અને જીવન હવે બદલાઈ ગયું હતું. સ્વાતિની આ પરિસ્થિતિ જોતા તેના પરિવારે તેને દિલ્લી મોકલી દીધી અને ત્યાં તેનું મન લગાવવા તે નાનું મોટું કામ કરવા લાગી. ચહેરો ખુબ જ દાઝી ગયેલો હોવાથી સ્વાતિ દિલ્લી પણ કોઈની સામે સરખી રીતે જોઈ શકતી ના હતી. એક દિવસ સ્વાતિ કોઈ નંબર લગાવી રહી હોય છે પરંતુ ભૂલથી કોઈ બીજો નંબર લાગી જાય છે એટલે તે રોંગ નંબર કહીને ફોન કટ કરી નાખે છે.
થોડા દિવસ પછી એ જ નંબર પર થી ફરી થી સ્વાતિને કોલ આવે છે અને સ્વાતિને અવાજ ઓળખીતો લાગે છે અને તેને યાદ આવે છે કે આ રોંગ નંબર વાળો નંબર છે. સામે થી એક યુવક કહે છે કે તેણે તેની સાથે વાત કરવા માટે જ કોલ કર્યો છે. બંને વચ્ચે થોડો ટાઈમ વાતચીત ચાલે છે. ત્યારબાદ બંને રોજ આવી રીતે વાતો કરવા લાગ્યાં.
એક દિવસ પેલા યુવકે પૂનમને પ્રપોઝ કર્યું, ત્યારે સ્વાતિએ કહ્યું કે, મારો ચહેરો બળી ગયો છે એટલે તું કંઈપણ નિર્ણય લે એ વિચારીને લે જે હવે મારી સાથે વાત નહિ કરે તો પણ મને દુઃખ નહિ લાગે. આટલું કહીને સ્વાતિએ કોલ મૂકી દીધો અને એને એમ લાગતું હતું કે હવે તે યુવકનો કોલ નહિ આવે. પરંતુ બીજા દિવસે ફરી તે યુવકનો કોલ આવે છે અને ફરી આજે તે સ્વાતિને પ્રપોઝ કરે છે ત્યારે સ્વાતિ તેને કહે છે કે તું પહેલા મને જોઈ લે ત્યારબાદ જ તું નિર્ણય લેજે. ત્યારે પેલો યુવક સ્વાતિને કહે છે કે, મે તને પ્રેમ કર્યો છે, તારા ચહેરાને નહિ. મને કોઈ જ પ્રોબ્લેમ નથી અને મે સમજી વિચારીને જ નિર્ણય લીધો છે.
યુવક સ્વાતિને સમજાવીને બંને એકબીજા લગ્નનો નિર્ણય લે છે અને એકદિવસ બંનેના લગ્ન પણ થઇ જાય છે. ત્યારબાદ સ્વાતિ જણાવે છે કે જ્યારે તે સાસરિયે ગઈ ત્યારે ત્યાં જોયું કે ત્યાં એકપણ અરીસો લગાવેલ નહોતો. કારણકે કે સ્વાતિને જે યુવક સાથે લગ્ન કર્યા હતા તે યુવક ઈચ્છતો ના હતો કે સ્વાતિ તેના ચહેરાને જોઈને દુઃખી થાય કે રડવા લાગે. પરંતુ ત્યારબાદ સ્વાતિ જ બધી જગ્યાએ અરીસા લગાવ્યા અને બંને જણ અરીસામાં જોવે છે. સ્વાતિ કહે છે કે તેના પ્રેમે મારા બધા જ જખમ ભરી દીધા છે.
અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરજો અને અમારા ફેસબુક પેજ રોકસ્ટારગુજ્જુ ને લાઈક કરો