એક વાઇરલ પોસ્ટ પર ભડકયા રતન ટાટા, આપ્યો ખુલાસો
સોસીયલ મીડિયા પર એક પોસ્ટ બહું જ વાઇરલ થય છે અને તેમાં રતન ટાટા નો ફોટો છે. પોસ્ટ નું ટાઇટલ છે ” Very Motivational at This hour”
રતન ટાટા ના ફોટા વાળી એક પોસ્ટ ફેસબુક, વોટ્સઅપ જેવા સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ છે. રતન ટાટા ના કહેવા પ્રમાણે ના તેણે કોઈ આવી પોસ્ટ લખી છે કે ના કશું એવું કહ્યું છે.
રતન ટાટા એ પોતાના ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરીને સ્પષ્ટતા કરતા લખ્યું છે કે ” ના તો આવું કશુ કહ્યું છે નહીં તો મેં એવું કશું લખ્યું છે” આગળ એમણે એ પણ લખ્યું છે કે આ જે પોસ્ટ વાઇરલ થઈ છે તેમની હકીકત પણ મેળવે. બીજી સ્પષ્ટતા કરતા એ પણ કહ્યું છે કે જો મારે કાઈ પણ કહેવું હશે તો હું મારી ઓફિશિયલ ચેનલો પર કહીશ.હું આશા રાખું છું કે તમે સુરક્ષિત હશો અને પોતાની સંભાળ રાખજો.
વ્હોટ્સએપ સહિતના અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયેલી પોસ્ટમાં જણાવ્યું છે કે, ‘નિષ્ણાતો માને છે કે કોરોનાને કારણે અર્થવ્યવસ્થાનું પતન થશે. હું આ નિષ્ણાતો વિશે વધારે જાણતો નથી. પરંતુ હું એ વાત જરૂર જાણું છું કે આ નિષ્ણાતો માનવ પ્રેરણા અને જુનૂન સાથે કરવામાં આવેલા પ્રયત્નો વિશે કંઇ જાણતા નથી.
- આગળ લખ્યુ છે કે, જો તમે નિષ્ણાતો પર વિશ્વાસ કરો તો બીજા વિશ્વ યુદ્ધમાં સંપૂર્ણ રીતે બરબાદ થઇ ચૂકેલા જાપાનનું કોઈ ભવિષ્ય જ ન હોત. પરંતુ માત્ર ત્રણ દાયકામાં જ જાપાને બજારમાં USને રડાવી દીધું. જો નિષ્ણાંતો પર વિશ્વાસ કરત, તો અરબ દેશોએ વિશ્વના નકશામાંથી ક્યારનું ઇઝરાઇલનું નામ ભૂંસી નાખ્યું હોત, પણ તસ્વીર કઈંક જુદી જ છે.
- જો નિષ્ણાંતોની વાત માનિએ તો 1983માં ભારત વર્લ્ડ કપ જીતી શક્યું ના હોત.
- જો નિષ્ણાતોની માનતા તો એથ્લેટિક્સમાં 4 ગોલ્ડ મેડલ જીતનારી વિલ્મા રુડોલ્ફ માટે ચાલવું પણ મુશ્કેલ હતું, દોડવું તો દૂરની વાત છે.
- જો નિષ્ણાંતો માનીએ તો અરૂણિમા ભાગ્યે જ સરળતાથી જીવી શકતી, પરંતુ તેણે માઉન્ટ એવરેસ્ટની ચઢાઈ સફળતાપૂર્વક પૂર્ણ કરી દીધી હતી.
મિત્રો, પોસ્ટ સારી લાગી હોય તો શેર જરૂર કરજો?