WhatsAp Join Now
Telegram Join Now
Instagram Join Now
ઉપયોગી માહિતી

માત્ર 1 રૂપિયામાં 2 લાખની સુવિધા,જબરદસ્ત છે સરકારની આ યોજના,જાણો વિગતો

Pradhan Mantri Suraksha Bima Yojana Scheme: કેન્દ્ર સરકાર તરફથી સામાન્ય માણસો માટે અનેક ફાયદાકરક યોજનાઓ ચાલી રહી છે. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના(Pradhan Mantri Suraksha Bima Yojana-PMSBY) પણ આવી જ એક સુપરહિટ યોજના છે.

PMSBY યોજનાના નિયમ અને શરતો

PMSBY યોજનાના લાભ(PMSBY Scheme Benefits) માટે કેટલીક શરતો અપાઈ છે. તેનો લાભ મેળવવા માટે અરજદારની ઉંમર 18થી 70 વર્ષ વચ્ચે હોવી જોઈએ.

આ યોજનાનું વાર્ષિક પ્રીમીયમ માત્ર 12 રૂપિયા છે એટલે કે મહિનાનું એક રૂપિયો. PMSBY પોલીસીનું પ્રીમીયમ સીધુ જ બેંક એકાઉન્ટમાંથી કપાય છે. 

આથી બેંકમાં બેલેન્સ રાખવું. આ ઉપરાંત પોલીસી ખરીદતી વખતે બેંક ખાતાને PMSBY સાથે લિંક કરાવવામાં આવે છે.

આ યોજના હેઠળ વીમો ખરીદનારા ગ્રાહકનું અકસ્માતમાં મૃત્યુ થવા પર કે વિકલાંગ થવા પર 2 લાખ રૂપિયા રકમ તેના આશ્રિતને અપાય છે. 

બેંક ખાતામાં નિર્ધારિત રકમ નહીં હોય તો વીમો રદ થઈ જશે.

બેંક ખાતું બંધ થવાના કેસમાં વીમો રદ થઈ જશે.

પ્રીમિયમ જમા નહીં થાય તો વીમો રિન્યૂ નહીં થાય.

મે મહિનામાં પ્રિમિયમ ભરવાનું હોય છે

 PMSBYનું વાર્ષિક પ્રિમિયમ મે મહિનામાં કપાય છે. PMSBYનું વાર્ષિક પ્રિમિયમ રૂ. 12 છે. જો મે મહિનાના અંતમાં તમારા ખાતામાં આટલું પ્રિમિયમ જમા નહીં હોય તો તમારો વીમો રદ થઈ જશે.

રજિસ્ટ્રેશનની પ્રક્રિયા

આ યોજનાનો લાભ ઉઠાવવા માટે તમે કોઈ પણ બેંક શાખામાં જઈને પોલીસી માટે અરજી કરી શકો છો.

વધારે જાણકારી માટે તમે www.jansuraksha.gov.in ની મુલાકાત લઈ શકો છો.

error: Content is protected !!