WhatsAp Join Now
Telegram Join Now
Instagram Join Now
મનોરંજન

આ કક્કો જો આવડી જાય તો જીવનમાં કોઈ તકલીફ ન આવે

આ કક્કો જો આવડી જાય તો
જીવનમાં કોઈ તકલીફ ન આવે.

ક – કંચન, કામિની ને કાયા
એ ત્રણેય સંસારની માયા.

ખ – ખાતાં, ખરચતાં, ખિજાતા
શક્તિનો વિચાર કરજો.

ગ – ગદ્ધો, ગમાર અને ગરજુ
એ ત્રણે સરખાં સમજુ.

ઘ – ઘર, ઘરેણાં ને ઘરવાળી
એમાં જિંદગી આખી બાળી.

ચ – ચોરી, ચુગલી અને ચાડી
એ ત્રણેય દુર્ગતિની ખાડી.

છ – છોરુંની ભૂલ છાવરશો તો
લોહીનાં આસું સારશો.

જ – જાગ્યાં તેનો જશ ગવાશે
ઊંઘ આવી તેનેે ભવ ભટકાશે.

ઝ – ઝાઝું દ્રવ્ય, સત્તા ને જુવાની
એ ફેલને માર્ગે લઈ જવાની.

ટ – ટોળ, ટપ્પા ને ટીખળ કરે
એ પુણ્ય બાળે ને પાપ ભરે.

ઠ – ઠાઠ, ઠઠારો ને ઠકુરાઈ
એમાં અભિમાન ને અક્કડાઈ.

ડ – ડાહ્યો જગતમાં એને ગણ્યો
જે નિજ નામને ભણ્યો.

ઢ – ઢોલ ને નગારાં એમ ઉચરે છે
ભજન કરો ભાઈ કાળ ફરે છે.

ત – તૃષ્ણાથી તરસતો તાવ
સંતોષની ગોળીથી જાય.

થ – થોડું કરો પણ સતત કરો
સત્ભક્તિ માર્ગે ગતિ કરો.

દ – દમી, દયાળુ ને દાતા
તે પામે સુખ ને શાતા.

ધ – ધર્મ ધ્યાનમાં મગ્ન રહે
એ અમરધામની પદવી લે.

ન- નિયમ, ન્યાય ને નીતિ
જેને મળે, સુખની ચાવી તેને.

પ – પંચવિષયને તજો તમામ
હરિ ભજી પામો અમરધામ.

ફ – ફરી ફરીને ફરવું નથી
ભવસાગરમાં પડવું નથી.

બ – બાવળ, બોરડી ને બાયડી
એ શસ્ત્ર વગરની શાયડી.

ભ – ભગવંત મૂકી ભોગમાં રમે
તે તો લખ ચોરાશી ભમે.

મ – મોહ, મમતા ને માયા,
એમાં રમે નહિ તે ડાહ્યાં.

ય – યમ, નિયમને ઉર ધરજો,
સદાય પરમ સુખને વરજો.

ર – રહેવું ઘરમાં જેમ મહેમાન
નહીં આસક્તિ મમતા માન.

લ – લક્ષ્મી, લાડી ને લોભ
એ પરભવ મુકાવે પોક.

વ – વિનય, વિવેક, વૈરાગ્ય ધરો
બ્રહ્મસ્વરૂપમાં પ્રીત કરો.

શ – સાધક ગુણ શણગાર ધરે
તેને અમરધામ વરે.

સ – સંસાર સાગર ખારો છે
સત્સંગ મીઠો આરો છે.

ષ – ષડક્ષરો છે શ્રીમન્નારાયણ
મહામંત્ર છે ભવ તારાયણ.

હ – હરિને ભજતાં પાપ ટળે
અંતે અમરધામ મળે.

ક્ષ – ક્ષમા શસ્ત્ર જે ધારણ કરે
એને ઇન્દ્રિય વિજય વરે.

જ્ઞ – જ્ઞાન એ જ જે વર્તન હોય
પરમ બ્રહ્મનું સ્વરૂપ સોય.

error: Content is protected !!