વેજીટેબલ ઈડલી
એક પેનમાં બે ચમચી તેલ,
પા ચમચી હીંગ,
પા ચમચી રાઈ,
એક ચમચી ચણાની દાળ,
મીઠાં લીમડાના ચાર પાંચ પાન,
એક ચમચી અડદની દાળ લઈ વઘાર કરવો..
પછી તેમાં એક ચમચી છીણેલું આદુ અને મરચાં ઉમેરવા.
ત્યારબાદ એક કપ વેજીટેબલ્સ (કેપ્સીકમ, ગાજર, મકાઈ, વટાણા) ઉમેરી 2 મિનિટ પકાવવું. અડધી ચમચી હળદર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરવું.
પછી તેમાં એક કપ રવો એડ કરી 7 મિનિટ શેકવો.
શેકાઈ ગયા બાદ મિશ્રણ એક બાઉલમાં લઈને કોથમીર એડ કરી 5 મિનિટ ઠંડુ થવા દેવું. પછી તેમાં પોણો કપ દહીં અને અડધો કપ પાણી ઉમેરી બેટર તૈયાર કરવું અને 20 મિનિટ ઢાંકીને રાખી મૂકવું.
20 મિનિટ પછી (જરૂર પડે તો વધારે પાણી ઉમેરી) ઈડલી કે અપ્પમના વાસણમાં તેલ લગાવી ઈડલી કે અપ્પમ તૈયાર કરવું.
મિત્રો, જો તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો શેર જરૂર કરજો.