Site icon RockstarGujju

ક્રેડિટ સ્કોર કઈ રીતે વધારી શકાય? આ ટીપ્સનો ઉપયોગ કરો

મધ્યમ વર્ગના લોકો માટે લોન આશીર્વાદ સમાન સાબિત થતી હોય છે. પરંતુ આ લોન લેવા જતી વખતે ઘણી વખતે આંખે પાણી આવી જાય છે.

આજે સરળતાથી લોન મળવી મુશ્કેલ બની ગઈ છે અને તેનું મુખ્ય કારણ હોય છે કે બૅંક કે નાણાંકીય સંસ્થાઓ તમારો ક્રેડિટ સ્કોર ચૅક કરીને જ તમને લોન આપતી હોય છે.

CIBIL Score – ક્રેડિટ સ્કોર (Credit Score)ઓછો હોય તો, કોઈપણ પ્રકારની લોન કે ક્રેડિટ કાર્ડનો (Credit card)લાભ લેવામાં મુશ્કેલી પડે

ક્રેડિટ સ્કોર વધારવાની અહીંયા ટીપ્સ આપવામાં આવી છે

ક્રેડિટ સ્કોર પર વધુ સૌથી વધુ શેની અસર થાય છે?

ક્રેડિટ સ્કોર ક્રેડિટ રિપોર્ટ પર આધારિત હોય છે. જેમાં મૂલ્યાંકનના નીચેના માપદંડો સામેલ છે.

પેમેન્ટ હિસ્ટ્રી

તમારી પેમેન્ટ હિસ્ટ્રીમાં ક્રેડિટ કાર્ડ એકાઉન્ટ્સથી લઈને પર્સનલ લોન સુધી કોઈપણ રીતે ક્રેડિટ પેમેન્ટ હિસ્ટ્રીના રેકોર્ડ્સનો સમાવેશ થાય છે. જો તમે નિયમિત રીતે ચૂકવણી ના કરતા હોય, તો તમારો ક્રેડિટ સ્કોર નીચો જતો રહે છે.

ક્રેડિટ યુટિલાઈઝેશન રેશીયો ઓછો રાખો

કંપનીઓ તમારા ક્રેડિટ યુટિલાઈઝેશન રેશીયો પર સૌથી વધુધ્યાન આપે છે. આનો અર્થએ છે કે તમે મેળવેલી ક્રેડિટ લિમિટનો
કેટલો ઉપયોગ થાય છે

કંપનીઓ 30% સુધી રેશીયો જાળવવાનું પસંદ કરે છે. જો તમે 50 ટકા કે તેથી વધુનો ઉપયોગ કરો છો, તો
તે દર્શાવે છે કે તમે તમારા ખર્ચને આવરી લેવા માટે દેવા પર નિર્ભર છો.

આ પણ વાંચો –

ઈ શ્રમ કાર્ડ રજિસ્ટ્રેશન | e-Shram Card Registration Process

સમયસર અને સંપૂર્ણ ચૂકવણી કરવાની ટેવ પાડો

તમારા ફોન, પાણી, વીજળી, ક્રેડિટ કાર્ડના બિલ અથવા અન્ય કોઈપણ પ્રકારનું દેવું સમયસર ચૂકવવાની આદત રાખો. સંપૂર્ણ
ચૂકવણી કરવાનો પણ પ્રયાસ કરો કારણ કે ન્યૂનતમ રકમ ચૂકવવાથી તમે તરત જ તેમાંથી છુટકારો મેળવશો પરંતુ ભવિષ્યમાં તે
માત્ર તમારું દેવું નહીં વધારે પરંતુ CIBIL સ્કોર પણ બગડી શકે છે.

એક સાથે અનેક જગ્યાએ લોન માટે અરજી કરશો નહીં

જો તમે નવું ક્રેડિટ કાર્ડ લેવા માગો છો અથવા તમે લોન લેવાનું વિચારી રહ્યા છો, તો એક સાથે એકથી વધુ જગ્યાએ અરજી કરશો
નહીં. આ તમારા CIBIL સ્કોર પર હાનિકારક અસર કરે છ.

ઉપરાંત તમારે તમારો CIBIL સ્કોર વારંવાર તપાસવો જોઈએ નહીં. આનાથી કંપનીઓ ને લાગે છે કે તમે તમારી નાણાકીય સ્થિરતા વિશે શંકામાં છો.

તમારી અરજીઓને યોગ્ય સમય આપો

જ્યારે પણ તમે નવી ક્રેડિટ માટે અરજી કરો છો, ત્યારે તમારા રિપોર્ટ અંગે પૂછપરછ કરવામાં આવે છે. જેના કારણે તમારા ક્રેડિટ સ્કોરમાં ઘટાડો થાય છે. જેની 6-12 મહિના સુધી અસર રહે છે, ઈન્કવાયરી રિપોર્ટ 24 મહિનાના સમયગાળા માટે હોય છે. તમે જે લોન માટે એપ્લાય કરી રહ્યા છો, તે અંગે રિસર્ચ કરો. જો આ એપ્લિકેશન રિજેક્ટ કરી દેવામાં આવશે, તો પણ તમારો ક્રેડિટ સ્કોર નીચે જઈ શકે છે. લોન લેતા પહેલા ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવાનું ટાળવું જોઈએ.

Exit mobile version