Site icon RockstarGujju

દાંપત્ય જીવનમાં સુખી રહેવાના પાંચ જીવન મંત્ર

આપણે ઘણા લગ્ન થઇ ગયેલા ઘણા કપલ પાસેથી સાંભળ્યુ હશે કે લગ્નનાં થોડા સમય બાદ તેમનો સંબંધ બદલાઈ ગયો છે. હવે તેમની વચ્ચે પહેલા જેવો પ્રેમ નથી રહ્યો જેવો પહેલા હતો. ના બંને વચ્ચે હવે પહેલા જેટલી સારસંભાળ રહી છે. આવી બીજી ઘણી ફરિયાદ લોકો પાસે સાંભળવા મળતી હશે અને જો તમે પણ આ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હોય તો તમને આ પાંચ ટિપ્સ ખુબ જ કામમાં આવશે. તો ચાલો જાણીએ એ પાંચ ટિપ્સ જે તમને કામમાં આવી શકે છે.

સમય

તમારી વચ્ચે સંબંધ ભલે ગમે તેટલો જૂનો થઈ જાય પરંતુ તમારા પાર્ટનર માટે હમેશા થોડો સમય કાઢો. જો તમે તમારા જીવનસાથીને ઘણા દિવસો કે મહિનાઓ સુધી સમય નથી આપી શકતા તો એનો અર્થ એ છે કે તમે સંબંધની મૂળભૂત જરૂરિયાતને પૂરી કરી શકતા નથી. કહેવાનો અર્થ ખાલી એટલો જ છે કે તમારા પાર્ટનર માટે થોડો સમય કાઢવો જરૂરી છે.

સમજણ

જો તમે તમારા પાર્ટનરને વધારે સમય સુધી ઇગ્નોર કરશો તો તમારા બંને વચ્ચે અંતર વધતું જશે અને પછી જે ગેરસમજો ઊભી થશે તે કદાચ સોલ્વ કરવું પણ ઘણું મુશ્કેલ થઈ જશે. તમારા જીવનસાથીની વાતો નિરાતે સાંભળો અને તેની વાતને સમજવાની કોશિશ કરો.

વિશ્વાસ

સંબંધમાં સૌથી પહેલા વિશ્વાસ હોવો જરૂરી છે. વિશ્વાસ વગર કોઈપણ સંબંધ લાંબો સમય સુધી ટકી શકતો નથી. તેથી તમારા જીવનસાથી પર વિશ્વાસ કરવો જરૂરી છે અને એ વિશ્વાસને ટકાવી રાખવો પણ બંને માટે એટલો જ જરૂરી છે. જો તમે એકવાર તમારા પાર્ટનરનો વિશ્વાસ તોડ્યો તો ફરીવાર તમારા પર એ વિશ્વાસ કરે એ લગભગ અસંભવ છે. તેથી બંનેએ એકબીજાથી કોઈ વાત ના છુપાવી જોઈએ.

સરખામણી

તમે ભલે ઘરેથી પાર્ટનર સાથે જગડીને બહાર નીકળ્યા હોય પરંતુ ક્યારેય પણ તમારા પાર્ટનરની બીજા લોકો સામે મજાક ના બનાવો કે પછી તેનું ખરાબ ના બોલો. ક્યારેય પણ બીજા લોકો સામે તેની સામે ચીસો ના પાડો. બીજા લોકો સામે તેને આદર આપો. સંબંધને ટકાવી રાખવા માટે સૌથી પહેલા તો બંનેએ મનમાંથી ઇગો દૂર કરવો પડશે. બંને એકબીજાને સન્માન આપો જેટલું તમે પોતાને આપો છો.

જો તમે ઉપર આપેલી ટિપ્સ ફોલ્લો કરશો તો તમારું દાંપત્ય જીવન ચોક્કસ થી બદલાઈ જશે.હા, પેલી વારમાં ચોક્કસ થી લાગશે કે આ શક્ય નથી પણ જો તમે તમારા માં રહેલો ઈગો કાઢી નાખશો તો અવશ્ય સફળ થશો.

અમારો આ લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે જરૂર શેર કરજો અને આવાજ લેખ મેળવતા રહેવા માટે લાઈક કરો અમારું ફેસબુક પેજ રોકસ્ટારગુજ્જુ ને.

Exit mobile version