લસણની પેસ્ટ દૂર કરી શકે છે ત્વચાની ઘણી સમસ્યા, તમે પણ જાણો…
લસણ માત્ર ખાવા માટે ન ઉપયોગ નહિ થતુ, એના પેસ્ટ દ્વારા ચામડીની ઘણી બધી સમસ્યાઓ દૂર કરી શકાય છે.લસણ માં એન્ટિ ઇંફ્લેમેટરી, એન્ટિ ઓક્સિડન્ટ્સ જેવા ઘણા ગુણ સમાયેલા હોય છે,જે ચામડીને તંદુરસ્તી રાખીને આપણી સુંદરતમાં ફાયદાકારક સાબિત થાય છે. લસણ ની પેસ્ટ બનાવીને ચહેરા પર લાગવાથી ત્વચા સબંધી સમસ્યાઓનું નિરાકરણ થઇ શકે છે. તો ચાલો જાણીએ લસણથી નિખરી ત્વચા બનાવાના ઉપાયો.
લાસણથી ત્વચા નિખરી બનાવાના ઉપયો:
- લસણના રસ ને ખીલ પર લગાવીને 5 મિનિટ સુધી રાખો. ત્યારબાદ તમારા ચહેરાને પાણીથી ધોઈ નાખો.આવું નિયમિત કરવાથી ચહેરા પર ના દાગ ધબ્બા નીકળી જશે.
- લસણની એક કળીને પીસીને,અડધા ટમેટા સાથે મેળવીને પેસ્ટ બનાવો.હવે આ પેસ્ટ ને ચહેરા પર 10 મિનિટ સુધી લગાવીને ચહેરો ધોઈ નાખો.આવું કરવાથી તમારા ત્વચાના રોમ છિદ્રો ખુલી જશે અને ત્વચા સાફ થઈ જાય છે.
- લસણના રસ અને ઓલિવના તેલને મિલાવીને થોડું ગરમ કરો.હવે આ તેલને ટ્રેસ માર્ક પર લગાવો.આવું નિયમિત કરવાથી થોડાજ દિવસો માં તમારા ટ્રેસ માર્ક ઓછા થવા લાગે છે.
- જે લોકોને ત્વચા પર લાલ ડાઘ છે, જો એ પણ લસણની પેસ્ટને પોતાના ડાઘ પર લગાવે તો એ લાલ ડાઘથી પણ છુટકારો મળી શકે છે.
- જો તમારા ચહેરા અથવા તો ગરદન ઉપર કરચલી આવતી હોય તો તમે લસણને મધ અને લીંબુની સાથે મિલાવીને સેવન કરો.આવું કરવાથી કરચલી જલ્દી નહિ આવે.
જો તમને અમારો આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર જરૂર કારજો.