આજે જ બનાવો સ્વાદિષ્ટ આચારી દાળ ઢોકળી
અત્યારે બધા પોતાના ઘર માં છે, અને બધું જ લગભગ બંધ છે એટલે શાકભાજી લાવવું પણ મુશ્કેલ, અહી હું બહુ સરસ વાનગી શેર કરી રહ્યો છું અને આશા રાખું છું કે તમે બનાવશો.
સામગ્રી
૧ કપ બાફેલી તુવેર ની દાળ
૨ ચમચી આચાર મસાલો
૨-૩ સૂકા લાલ મરચા
૧ ચમચી સૂકા મેથી દાણા
૧/૪ ચમચી હળદર
૧ નંગ ટામેટું
૧ ચમચી આદુ ની પેસ્ટ
૪-૫ કઢી લીમડો
ચપટી હિંગ
૨ ચમચી તેલ
૧ ચમચી રાઈ
૪ ચમચી ગોળ અથવા ખાંડ
૧/૨ ચમચી લીલા મરચાં ની પેસ્ટ
મીઠુ સ્વાદાનુસાર
૧ લીંબુ નો રસ
કોથમીર
ઢોકળી માટે સામગ્રી
૧/૪ કપ ઘઉં નો લોટ
૧ ચમચી લાલ મરચુ પાઉડર
૧/૪ ચમચી હળદર
૧/૨ ચમચી અજમો
મીઠુ સ્વાદાનુસાર
૧ ચમચી તેલ
બનાવવાની રીત
સૌ પ્રથમ ઢોકળી ની કણક માટે એક વાસણ માં ઘઉં નો લોટ, મીઠુ, અજમો, મરચું પાઉડર, હળદર, અને તેલ ઉમેરી, મિક્સ કરો, હવે પાણી ઉમેરી કણક બનાવી લો.
કણક ને થોડી વાર રેસ્ટ આપો
હવે એક પેન માં તેલ લઈ એમાં રાઈ, હિંગ, સૂકા લાલ મરચા, કઢી લીમડો, મેથી દાણા અને હિંગ નો વઘાર તૈયાર કરો, એમાં, હળદર, આચાર મસાલો, આદુ ની પેસ્ટ, મરચા ની પેસ્ટ ઉમેરી મિક્સ કરો, હવે એમાં સમારેલું ટામેટું ઉમેરી મિક્સ કરો, હવે એમાં એક કપ પાણી ઉમેરી ઉકાળો, પાણી બરાબર ઉકળે એટલે એમાં બાફેલી તુવેર ની દાળ ઉમેરી, મિક્ષ કરી લો, હવે એમાં ગોળ ઉમેરો
હવે બનાવેલ કણક ને વણી લઈ, ગમતો આકાર આપી ઢોકળી તૈયાર કરી ઉકળતી દાલ માં ઉમેરી દો, હવે ઢોકળી ધીમા તાપે ચઢવા દો, છેલ્લે એમાં મીઠુ, અને લીંબુ નો રસ ઉમેરી ઉપર થોડી કોથમીર ભભરાવી પીરસો.
નોંધ: ટામેટું ના હોય તો પણ ચાલે
શું તમે મારી પાસે લાઈવ રેસીપી શીખવા માંગો છો? જણાવો તમારા અભપ્રાય નીચે કૉમેન્ટ બોક્સ માં, અને આવી જ બીજી રેસીપી માટે જરૂર લાઈક કરો મારું પેજ