મનોહર પરિકરને તેમની આ પાંચ વસ્તુને લીધે યાદ કરવામાં આવશે…
ચાર વખત ગોવા ના મુખ્યમંત્રી રહેલા અને પૂર્વ ડિફેન્સ મિનિસ્ટર મનોહર પરિકર નું ૬૩ વર્ષની ઉંમરે લાંબા ગાળાની બિમારી બાદ રવિવાર ના દિવસે નિધન થયું છે.
ભાજપા ના સિનિયર લીડર કેન્સર ની બીમારીથી પીડાતા હતા અને ફેબ્રુઆરી મહિનાથી જ હોસ્પિટલમાં વારંવાર દાખલ કરવામાં આવતા હતા. તેઓ “સામાન્ય નાગરિક ના મુખ્યમંત્રી” તરીખે પણ ઓળખતા હતા.
Table of Contents
ગોઆના મુખ્યમંત્રીને આ પાંચ વસ્તુને લીધે યાદ કરવામાં આવશે.
1. તેમની સરળ જીવનશૈલી, વહીવટી કુશળતા અને સ્વચ્છ છબી માટે
મનોહર પરિકર “સામાન્ય નાગરિક ના મુખ્યમંત્રી” તરીખે પણ જાણીતા હતા. તે સિવાય તેમના ખામી વગરના રેકોર્ડ અને તેમની સરળ જીવનશૈલી, વહીવટી કુશળતા અને સ્વચ્છ છબી માટે જાણીતા હતા.
મુખ્યમંત્રી હોવા છતાં તેઓ જાહેર જનતા માટે સુલભ હતા. તેમણે તમને વ્યાવસાયિક જીવનને વ્યક્તિગત જીવનથી અલગ જ રાખ્યું છે.
તેઓની પ્રતિબદ્ધતા અને કામ પ્રત્યેના સમર્પણ ને કારણે સૌથી સફળ મુખ્યમંત્રી માનવામાં આવે છે.
2. પોતાનાં છેલ્લા શ્વાસ સુધી ગોઆની સેવા કરવા માટે
જાન્યઆરી મહિના માં પરિકર કહ્યુ હતુ કે તેઓ પોતાના “છેલ્લા શ્વાસ” સુધી ગોવાને સેવા આપશે અને તેણે કર્યું પણ ખરું.
પાછલા કેટલાક મહિનામાં તેમને જાહેરમાં દેખાવ કર્યા અને જાન્યુઆરી મહિનામાં બજેટ પણ રજુ કર્યું.
3. ગોઆમાં કમળ ખીલાવ્યું
મનોહર પરિકરે ગોવામાં ભાજપનાં રૂપરેખાને વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
તેમને રાજ્યમાં કમળ ખીલવામાં મદદ કરી હતી જ્યારે ૧૯૯૪ માં ભાજપા પાસે માત્ર ચાર જ ધારા સભ્યો હતા.
4. મુખ્યમંત્રી બનાવા વાળા IIT ના પ્રથમ વિધાર્થી
મનોહર પરિકર બોમ્બે (IIT-B) ના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ના ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા, જ્યાં તેમણે ૧૯૭૮ માં મેટાલર્જીકલ એન્જીનીયરિંગમાં સ્નાતક થયા હતા.
પરિકર IIT ના પહેલા એવા વિધાર્થી હતા કે જેવા પહેલા ધારાસભ્ય બન્યા અને બાદમાં મુખ્યમંત્રી પણ બન્યા.
5. દોઢ વર્ષની મુદત માટે સંરક્ષણ પ્રધાન મંત્રી
તેઓની સ્વચ્છ છબી, તકનીકી પૃષ્ઠભૂમિ અને મજબૂત નિર્ણયો લેવાની કુશળતાને કારણે 2014 માં મોદી કેબિનેટ માં સંરક્ષણ પ્રધાનમંત્રી તરીકે પરિકર ને ચાર્જ લેવા માટે નિર્ણય લેવામાં આવ્યો.
૨૦૧૬ ની ઉરી હુમલા પસી પાકિસ્તાન કબજમાં લેવાયેલા (POK) માં ત્રાસવાદી લોન્ચ પેડ સામે LOCમાં ભારતના. “સર્જિકલ સ્ટ્રાઈક” નું નિરિક્ષણ કરવા માટે તેઓ જાણીતાં છે.
આવીજ અવનવી માહિતી મેળવતા રહેવા માટે લાઈક કરો અમારું ફેસબુક પેજ રોકસ્ટારગુજ્જુ.
મિત્રો તમને અમારી આ પોસ્ટ કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂર જણાવજો.