Site icon RockstarGujju

Whatsapp માં મેસેજ મોકલો ફોનબુકમાં નંબર સેવ કર્યા વિના

ટેકનોલોજીનો એટલી ઝડપે વિકાસ થઈ રહ્યો છે કે, આપણે કલ્પના પણ ન કરી શકીએ. એકંદરે નવી નવી ટેકનોલોજી આવતાં આપણને અગણિત ફાયદાઓ થઈ રહ્યાં છે. હવે આપણે ફોન પર નંબર સેવ કર્યા વગર વોટસએપ ઉપર મેસેજ મોકલી શકીશું. કઇ રીતે, એ જાણવા આગળ વાંચો અને પછી એ રીતે ફટાફટ મેસેજ મોકલવાનું ચાલું કરી દો. આપણાં માંથી કેટલાક લોકોને એક કે બે વખત મેસેજ કરવો પડતો હોય છે. પરંતુ આપણે એમનો નંબર સેવ કરવો જરૂરી સમજતાં નથી. છતાં પણ એ લોકોને મેસેજ મોકલવાં ફરજીયાત નંબર સેવ કરવો પડતો હોય છે.

પરંતુ આમાં મૂશ્કેલી એ ઉભી થતી હોય છે કે, જ્યારે કોઇને વોટસએપ મારફત મેસેજ કરતાં પહેલાં એમનો નંબર ફોનમાં સેવ કરવો પડે. પરંતુ હવે આનો ઉપાય પણ મળી ગયો છે. વોટ્સએપ આપણી સેવામાં નવી ટેકનોલોજી સાથે હાજર છે. શું છે એ નવી સુવિધા? કેવી રીતે કામ કરશે? એ જાણવાં આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખી લઇશું…

કેવી રીતે મોકલી શકો છો? તો આ રહી રીત :

સૌથી પહેલાં તમારા મોબાઈલનાં વેબ બ્રાઉજરમાં જઈને આ URL નાં એડ્રેસબારમાં નીચે ની લિંક ટાઈપ કરો.

https://api.whatsapp.com/send?phone=xxxxxxxxxxx

અહીં xxxxxxxxxxxની જગ્યાએ એ વ્યક્તિનો નંબર લખવો પડશે કે જેમને તમે મેસેજ મોકલવાં ઇચ્છો છો. નંબરની પહેલાં કન્ટ્રીકોડ પણ નાખવો જોઈએ. દાખલા તરીકે, ભારતમાં 1234567890 પર મેસેજ મોકલવો હોય તો આ રીતે લખો…

https://api.whatsap.com/send?phone=911234567890

અહીં 91 એ ભારતનો કન્ટ્રીકોડ છે. એન્ટર આપ્યાં પછી તમે જેને મેસેજ કરવાં ઇચ્છો છો એ નંબરને માટે એક વિન્ડો ઓપન થશે જેમાં મેસેજ બટન શો હશે. હવે મેસેજ બટન ઉપર ક્લિક કરો. એ પછી તમે તમારાં વોટસએપ એપ ઉપર પહોંચી જશો અને તમારાં દ્વારા મોકલવામાં આવેલ નંબર પર ચેટ ઓપન થઈ જશે.

આ સુવિધાનો ઉપયોગ કરવાં માટે યાદ રાખો કે, તમે જે નંબર ઉપર મેસેજ કરો છો તેનું વોટસએપ એકાઉન્ટ ચાલુ હોવું જરૂરી છે. સાથોસાથ તેને એક વખતમાં એક વ્યક્તિ સાથે ચેટ કરી શકાશે.

જો તમને અમારો આ લેખ પસંદ આવે તો તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો અને અમારા ફેસબુક પેજ રોકસ્ટારગુજ્જુ ને લાઈક કરજો જેથી કરીને આવી જ નવી નવી ટેકનોલોજી વાળી પોસ્ટ આપને મળતી રહે.

Exit mobile version