પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ દરેક લાભાર્થી પરિવારને માથાદીઠ બે મહિના સુધી 5 કિલો અનાજ મફતમાં મળશે
નેશનલ ફૂડ સિક્યુરીટી એક્ટ હેઠળ લગભગ 80 કરોડ ગરીબોને બે મહિનાનું મફત અનાજ મળશે.
સરકારે જણાવ્યું છે કે ગયા વર્ષની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના જેમ જ આ વખતે પણ ગરીબોને અનાજ મળશે. આ માટે સરકારને 26,000 કરોડનો ખર્ચ થશે.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ કેન્દ્ર સરકાર નેશનલ ફૂડ સિક્યુરીટી એક્ટ હેઠળ સમાવિષ્ટ લોકોને પરિવાર દીઠ પાંચ કિલો ચોખા અથવા ઘઉ અને 1 કિલો દાળ પુરી પાડે છે.
- મે અને જુન એમ બે મહિના મળશે 5 કિલો મફત અનાજ
- સરકારને 26,000 કરોડનો ખર્ચ થશે.
- ગરીબોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ હેઠળ 5 કિલો અનાજ મફત મળશે