એક માણસ મેળામાં ફુગ્ગા વેચીને પોતાનું જીવન ગુજરાન ચલાવતો હતો. એમની પાસે લાલ,વાદળી,પીળા, લીલા એમ બધા રંગના ફુગ્ગા હતા. જ્યારે પણ તેમનું વેચાણ ઓછું થતું જણાય તો તે ફુગ્ગામાં હિલિયમ ગેસ ફરીને એક ફુગ્ગો ઉડાડી દેતો. નાના બાળકો એ ઉડતા ફુગ્ગાને જોઈને એને લેવા માટે ગાંડાતુર બની જતા હતા. બાળકો એમ ફુગ્ગા ખરીદતા અને આ રીતે એમના ફુગ્ગા વેચાતાં હતા.
એક દિવસ બજારમાં ઉભા ઉભા એ ફુગ્ગા વેચી રહ્યો હતો ત્યાં અચાનક એને એવું લાગ્યું કે કોઈ પાસળથી એનું પહેરેલું કુરતું ખેંચી રહ્યું છે. એમને પાસળ ફરીને જોયું તો એક નાનું બાળક ઉભું હતું. એ બાળકે પેલા ફુગ્ગા વાળાને પૂછ્યું, “શુ તમે કાળા રંગનો ફુગ્ગો ઉડાડશો તો એ પણ ઉડશે?
નાના બાળકનો આ સવાલ ફુગ્ગા વાળાના દિલમાં લાગીI આવ્યો અને તેમને તેને પ્રેમ થી જવાબ આપ્યો, “બેટા ફુગ્ગા એમના રંગને લીધે નહિ ઉડતા, પરંતુ એમની અંદર શુ રહેલું છે એના લીધે એ ઉપર ઉડી શકે છે.
સાર: ઠીક આજ વાત આપણી જિંદગી માં લાગુ પડે છે. કિંમતી ચીજ એજ છે, જે આપણી અંદર છે. અને એજ ચીજ આપણને ઉપર લઈ જાય છે
મિત્રો, આવાજ બીજા લેખ વાંચતા રહેવા માટે સોસિયલ મીડિયા પર ફોલ્લોવ કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ.