- જીવનની તકલીફો થી ટેવાઈ જાઓ.
- વિશ્વને તમારા કામથી જ મતલબ છે, વિચારોથી નહીં.
- તમારે જીવનમાં જે જોઈતું હોય તેને દિવસ અને કલાકોમાં વિભાજીત કરીને કામે લાગી જાઓ.
- પ્રયત્નો કરતા રહેવામાં કોઈ શરમ નથી.
- તમારી ભૂલો માટે કોઈને દોષ આપવાને બદલે તેના કારણો શોધો.
- તમારા માં-બાપ તમારા ખર્ચ ઉઠાવીને થાકી ગયાં છે તે હકીકત બને તેટલું વહેલું સમજી લો.
- કોઈ તક ફરી મળતી નથી પરંતુ નવી તકો જરૂર મળે છે.
- જીવન કદી ધોરણો પ્રમાણે તમને પાસ કરીને આગળ લઈ જતું નથી, અહીં વેકેશન પણ હોતા નથી.
- ટીવી, ફિલ્મો અને નવલકથાઓ માં દેખાડતા માનવીઓમાંથી કોઈ જ પ્રેરણા ન લેશો.
- સફળતા માટે ધ્યેય નક્કી કરીને સતત કામ કરતા રહો.
- તમને ના ગમતા માનવી સાથે પણ સૌજન્યતાથી વર્તો, શી ખબર તેની સાથે જ કામ કરવાના દિવસો આવી જાય.
જો તમને અમારો આ આર્ટિકલ ગમ્યો હોય તો કમેન્ટ બોક્સ માં જણાવો અને શેર કરો.