Site icon RockstarGujju

ઈ શ્રમ કાર્ડ રજિસ્ટ્રેશન | e-Shram Card Registration Process

ઈ શ્રમ કાર્ડ શું છે? | What is e-Shram Card?

શ્રમિકોને લાભ આપવા માટે ભારત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા e-Shram portal ની શરૂઆત કરવામાં આવી છે. આ પોર્ટલ દ્વારા તમામ શ્રમિકોની માહિતી એકઠી કરવામાં આવશે. આ આર્ટિકલ દ્વારા E Shram Card દ્વારા તમામ માહિતી આપવામાં આવશે.

શા માટે શરૂ કરવામાં આવ્યું ઈ શ્રમ કાર્ડ?

અસંગઠિત ક્ષેત્રોના શ્રમિકો માટે કેન્દ્ર સરકારે ઈ-શ્રમ પોર્ટલ લોન્ચ કરી દીધું છે. તેનાથી અસંગઠિત ક્ષેત્રના લગભગ 38 કરોડ શ્રમિકોને ફાયદો થશે. સરકાર આ પોર્ટલ દ્વારા નેશનલ ડેટાબેઝ તૈયાર કરશે અને આ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરનારા શ્રમિકોને એક ઈ-શ્રમ કાર્ડ આપવામાં આવશે. આ કાર્ડની મદદથી રજિસ્ટર્ડ શ્રમિક દેશમાં ક્યાંય પણ, ગમે ત્યારે જુદી-જુદી સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ લઈ શકશે.

ઇ શ્રમિક કાર્ડ રજીસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજ

શ્રમિકોને અનેક લાભ આપતું આ કાર્ડ કઢાવવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું હોય છે.શ્રમિક કાર્ડનું ઓનલાઈન રજીસ્ટ્રેશન e Shram Official Website પરથી અને Common Service Center (CSC) પરથી કરી શકાશે. જેના માટે જરૂરી ડોક્યુમેન્‍ટ નીચે મુજબ છે.

E Sharam Card રજીસ્ટ્રેશન કરાવતા પહેલાં ધ્યાન રાખવું.

  1. અરજદાર લાભાર્થી Income Tex ન ભરતો હોવો જોઈએ.
  2. શ્રમિકની ઉંમર 16 વર્ષ કરતાં વધારે અને 59 વર્ષ કરતા ઓછી હોવી જોઈએ.
  3. શ્રમિક EPFO/ESIC નો સભ્ય ન હોવો જોઈએ.

E Shram Card ના લાભાર્થીઓની યાદી

ઇ-શ્રમ કાર્ડ હેઠળ દેશના અસંગઠિત ક્ષેત્રના કામદારોને આ કાર્ડ આપવામાં આવશે. જે કામદારોનું Income Tax કપાતો ન હોય તેમજ શ્રમિક EPFO નો સભ્ય ન હોય તેમને લાભ મળશે. અસંગઠિત ક્ષેત્રના કામદારોની યાદી નીચે મુજબ છે.

ઇ શ્રમ કાર્ડ ઓનલાઈન નોંધણી પ્રક્રિયા

Eshram Card Registration Process

ઇ શ્રમ કાર્ડ મેળવવાની પ્રક્રિયા 

  1. સૌથી પહેલા તમારે ઈ શ્રમ પોર્ટલની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે.
  2. હવે તમારી સામે હોમ પેજ ખુલશે.
  3. હોમ પેજ પર, તમારે E Shram પર Register ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  4. આ પછી, તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમારે તમારો આધાર લિંક મોબાઇલ નંબર અને કેપ્ચા કોડ નાખવો પડશે.
  5. હવે તમારે EPFO ​​અને ESIC મેમ્બર સ્ટેટસ દાખલ કરવું પડશે.
  6. હવે તમારે Send OTP ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  7. આ પછી તમારા મોબાઈલ ફોન પર એક OTP આવશે જેને તમારે OTP બોક્સમાં એન્ટર કરવાનું રહેશે.
  8. હવે તમારે સબમિટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  9. આ પછી તમારે તમારો આધાર નંબર નાખવો પડશે.
  10. હવે તમારે સબમિટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  11. આ પછી, તમારા મોબાઇલ ફોન પર બીજો OTP મોકલવામાં આવશે, જે તમારે OTP બોક્સમાં દાખલ કરવો પડશે અને વેલિડેટના વિકલ્પ પર ક્લિક કરવું પડશે.
  12. હવે તમારા આધાર કાર્ડના ડેટાબેઝમાંથી તમારો ફોટોગ્રાફ અને અન્ય માહિતી તમારી સ્ક્રીન પર તમારી સામે ખુલશે.

ઈ-શ્રમ કાર્ડ ડાઉનલોડ કઈ રીતે કરવું

Exit mobile version