કોવિડ-19 રસીકરણ પ્રમાણપત્ર પહેલા cowin અને Seva Setu એમ બે એપ્લિકેશન માંથી જ ડાઉનલોડ કરી શકાતું
WhatsApp માં કેવી રીતે રસીકરણ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવું?
સરકાર દ્વારા કોરોનાની રસી લીધા પછી પ્રમાણપત્ર (cowin certificate) ડાઉનલોડ કરવા ની વિધિને એકદમ સરળ બનાવી દીધી છે. હવે કોવિડ-19 ની રસી લીધા પછી રસીકરણ માટેનું પ્રમાનપત્ર સીધુજ તમારા મોબાઈલ ના whatsapp માં મળી જશે.
Whatasapp માં પ્રમાણપત્ર મેળવવા માટે તમારા મોબાઇલમાં +919013151515 નંબર “MyGovt Corona Help” ના નામથી સેવ કરી લો. ત્યારબાદ નીચે મુજબના સ્ટેપ્સ ફોલોવ કરો.
સ્ટેપ ૧ : તમારા બોમાઇલમાં whatsapp ખોલો અને તેમાં MyGovt Corona Help નંબરમાં મેસેજ કરો ” Download Certificate”
જેવો મેસેજ સેન્ડ થશે એટલે તમારા રજીસ્ટર મોબાઇલમાં OTP આવશે.
સ્ટેપ ૨ : રજીસ્ટર મોબાઈલમાં આવેલા otp ને એજ નંબર ઉપર મોકલો
સ્ટેપ ૩ : જેવો તમે otp ને મોકલશો એટલે તમારા નંબર પરથી જેટલા લોકોનું રસીકરણ માટે રજીસ્ટ્રેશન કર્યું હશે એ બધાના નામનું લીસ્ટમો એક મેસેજ આવશે.
સ્ટેપ ૩ : હવે તમારે જેમનું પ્રમાણપત્ર ડાઉનલોડ (Vaccination Certificate) કરવું છે તેમના નામની સામેનો નંબર ટાઈપ કરીને મોકલો
તમે જેવો નંબર મોકલશે એટલે તરતજ રસીકરણનું પ્રમાણપત્ર (vaccination certificate) તમારા wahtsapp માં આવી જશે.
તમને આ પોસ્ટ ઉપયોગી લાગી હોય તો જરૂરથી શેર કરજો.