મિત્રો,અત્યારના સમયમાં મોબાઇલ નું મહત્વ દરેક વ્યક્તિ ના જીવનમાં ખૂબ જ વધી રહ્યું છે.ત્યારે જીવન માં બધા સાથે ના વ્યવહારિક સંબંધો મા તણાવ જોવા મળે છે.કારણકે એવું કહેવાય છે કે માણસ પાસે મોબાઈલ હોય તો એને કોઈ પ્રકારની બીજી જરૂરિયાત જ ના પડે.માણસ અત્યારે પોતાના જીવન જરૂરી કામ માં વ્યસ્ત હોવા કરતાં તે મોબાઇલ મા વધુ પડતો વ્યસ્ત રહેતો હોય છે.અને એના કારણે પોતાનો કિંમતી સમય વેડફી નાખતો હોય છે.
આધુનિક સમય મા દરેક ઘરમાં વ્યક્તિદીઠ એક અથવા બે બે મોબાઇલ પણ હોય છે.જેમા દરેક વ્યક્તિ પોતાનો ફ્રી સમય પસાર કરવા માટે મોબાઇલ નો ઉપયોગ કરતા હોય છે.તેથી દરેક વ્યક્તિ વચ્ચેના સંબંધમાં તણાવ ઊભો થતો જોવા મળે છે.એટલે કે કોઈ વ્યક્તિ એક બીજા સાથે વાતચીત કરવી કે કોઈપણ પ્રકારના ઘરના કામ ની ચર્ચા વિચારણા કરવી એવા કોઈ પ્રકારની વાતચીત પણ થતી જોવા મળતી નથી હોતી જેના કારણે ઘરની પરિસ્થિતિ પણ બગડી શકવાની સંભાવના રહે છે.
મોબાઈલ ના ઉપયોગ થી થતી આડઅસર:
મોબાઇલનો વધુ પડતો ઉપયોગ કરવાથી આપણી આંખોને ખૂબ જ ગહેરી અસર થાય છે.ઓછું દેખાવું,આંખમાં નંબર આવવા,મગજ પર ખરાબ અસર,ઘરના સભ્યો સાથેના સંબંધમાં અણબનાવ,બાળકોના જીવન મા ગહેરી અસર,બાળકોના ભણતર પર ખરાબ અસર,વગેરે ખરાબ પરિસ્થિતિ મોબાઇલ ના વધુ પડતાં ઉપયોગથી થાય છે.તો આ બધી પરિસ્થિતિઓ થી બચવું ખૂબ જ જરૂરી છે.નહીતો એ મોબાઇલ માણસ નું જીવન ખરાબ કરી શકે છે.તો આ પરિસ્થિતિઓ થી કઈ રીતે બચી શકાય જે નીચે પ્રમાણે જોઈએ.
મોબાઈલ ના વધુ પડતાં ઉપયોગ થી બચવા માટેના ઉપાયો:
૧).જરૂરત વિના મોબાઇલ નો ઉપયોગ ન કરવો જોઈએ. ૨).ઘરના સભ્યો સાથે હોય ત્યારે મોબાઇલ ને ટેબલ પર મૂકી દઈને ઘરના સભ્યો સાથે વાતચીત કરવી જોઈએ. ૩).આંખો થી મોબાઇલ ને ખુબ જ દૂર રાખવો જોઈએ.કારણ કે મોબાઇલ મા રહેલા કિરણો ખૂબ જ ભયંકર હોય છે. જે તમારી આંખોને ખૂબ જ ગતી થી બગાડી સકે છે. ૪).ઘરમાં બધા સાથે સારું અને સુખી જીવન જીવવું હોય તો મોબાઈલ નો બિલકુલ અથવા બિનજરૂરી ઉપયોગ ટાળવો પડશે. ૫).ઘરમાં જ્યારે તમારા સાથે બાળક હોય ત્યારે તો બિલકુલ મોબાઇલ નો ઉપયોગ નહિ કરવાનો કારણ કે બાળક સામે તમે જેવું કામ કરશો તેવું જ બાળક તરત જ કરશે જેના કારણે બાળક નું જીવન ખૂબ જ બગડવાની સંભાવના રહે છે. ૬).તમારો ફ્રી સમય પસાર કરવા માટે મોબાઇલ ઉપયોગ ના કરવો જોઈએ પણ એ સમય નો ઉપયોગ સારા પુસ્તકો વાંચવામાં,ઘરના સભ્યો સાથે વાતચીત કરવામાં,ઘરના વ્યવહારિક સામાજિક કામ કરવામાં પસાર કરવો જોઈએ.
તો મિત્રો,તમને મારી પોસ્ટ ગમે તો વધુમાં વધુ શેર કરો જેના થી બીજાનું જીવન પણ સુધરી શકે છે.