હોળી પર ભક્ત પ્રહલાદની વાર્તા
એક સમયની વાત છે એક નાનો બાળક હતો એનું નામ હતું પ્રહલાદ. એ ભગવાન વિષ્ણુમાં બહું શ્રધ્ધા અને આસ્થા રાખતો હતો અને ભગવાન વિષ્ણુ નો મોટો ભક્ત હતો. એ બાળક ના પિતા રાજા હતા. એનું નામ હતું હિરણ્યકશિપુ અને એ બહુ મોટા નાસ્તિક હતા. એ ભગવાન ને સેજ પણ ન્હોતા માનતા. એમના પિતા અકડું અને બહુ ઘમંડી હતા. એ પોતાને સર્વશ્રેષ્ઠ માનતા હતા. જ્યારે એમને ખબર પડી કે પોતાનો જ દીકરો પ્રહલાદ કોઈ વિષ્ણું નામના દેવતાની પૂજા કરે છે,તો એ વાત એમને બિલકુલ પસંદ ન આવી. એમને પ્રહલાદ ને ઘણીબધી વાર સમજાવ્યો કે એ વિષ્ણુની પૂજા કરવાનું છોડી દે પણ પ્રહલાદ માન્યો જ નહીં, કેમકે તેના તન-મન અને રોમ રોમ માં વિષ્ણુજ હતા બસ.
આ વાતથી અકડાય ને હિરણ્યકશિપુ એ પોતાના બાળક ને સબક શીખવા માંગતા હતા.જ્યારે બધી કોશિશો કર્યા પછી પણ હિરણ્યકશિપુ પ્રહલાદને વિષ્ણુની ભક્તિ કરવાથી રોકી ના શક્યા અને બદલી ના શક્યા તો તેમણે એને મારી નાખવાનો વિચાર કર્યો.પછી એકદિવસ પ્રહલાદ ને મારવા માટે પોતાની બહેન હોળીકા ની મદદ લીધી. હોળીકાને ભગવાન શંકર પાસેથી વરદાન મળ્યું હતું. એને વરદાન માં એક સાદર મળી હતી જેને ઓઢવાથી અગ્નિ પણ એને બાળી નહોતી શકતી. પરંતુ એ સદાર ઉડીને પ્રહલાદ ઉપર આવી ગઈ અને પ્રહલાદ ની જગ્યાએ હોળીકા બળી ગઈ. આવી રીતે હિરણ્યકશિપુ અને હોળીકા નો ખોટો ઇરાદો પુરો ના કરી શક્યા.
તો મિત્રો,પ્રહલાદ ની આ વાર્તા થી આપણને આ શીખ મળે છે કે ભક્તિમાં મોટી શક્તિ હોય છે.જો તમે ડર્યા વિના ભગવાનમાં પુરા વિશ્વાસ રાખશો તો એ હંમેશા સહાયતા કરશે સને તમને બધી મુશ્કેલીમાંથી બહાર કાઢશે.
અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરજો ને અમારું ફેસબુક પેજ રોકસ્ટારગુજ્જુ ને લાઈક કરજો.